loader

Breaking News


Home > National > આ કારણે ઘટી શકે પેટ્રોલ - ડીઝલનાં ભાવ, વાંચો ક્લિક કરી


Foto

આ કારણે ઘટી શકે પેટ્રોલ - ડીઝલનાં ભાવ, વાંચો ક્લિક કરી

Oct. 16, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ – ડીઝલનાં વધતાં ભાવોને લઈને સરકાર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારે અઢી રૂપિયા ભાવ ઘટાડ્યો હતો પરંતુ તેની અસર પણ હવે વર્તાતી નથી ત્યારે એક રાહતનાં સમાચાર છે. જો બધું વ્યવસ્થિત રીતે પાર પડે તો દેશમાં પેટ્રોલ – ડીઝલનાં ભાવ ઘટી શકે છે અને દેશની જનતાને રાહત મળી શકે છે.

એક રીપોર્ટ અનુસાર ક્રુડની વધતી જરી કિંમતોથી ફક્ત ભારત જ નહિ પરંતુ અન્ય દેશો પણ પરેશાન છે. આ મુશ્કેલીનું સમાધાન હવે અમેરિકાના હાથમાં છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર અમેરિકાએ ક્રુડ ઉત્પાદન વધારવાનું નક્કી કર્યું છે. હકીકતમાં સાઉદી અરેબિયા – કુવૈત જેવા દેશો ક્રુડનાં મોટા ઉત્પાદકો છે પરંતુ હવે અમેરિકાએ પોતાના પેટાળમાં રહેલા ક્રુડનાં ભંડારો ઉલેચવાનું શરુ કર્યું છે. જો આવું શક્ય બને તો બજારમાં તેલનો જથ્થો વધી જાય તેમ છે તેને કારણે સમગ્ર વિશ્વમાં ખનીજ તેલની કિંમત નીચે આવી શકે છે.