loader

Breaking News


Home > National > કૌભાંડોને કારણે સરકારી બેન્કોને લાગ્યો ૨૫ હજાર કરોડનો ચૂનો, RTI માં થયો ખુલાસો


Foto

કૌભાંડોને કારણે સરકારી બેન્કોને લાગ્યો ૨૫ હજાર કરોડનો ચૂનો, RTI માં થયો ખુલાસો

May 29, 2018, 11:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : કૌભાંડોને કારણે કરોડો રૂપિયાનું નુકશાન સહન કરનાર ફક્ત પંજાબ નેશનલ બેંક નથી પરંતુ અન્ય સરકારી બેંકોને પણ ઘણું નુકશાન ભોગવવું પડયું છે. માહિતી મેળવવાનાં અધિકાર હેઠળ માંગવામાં આવેલ આ જાણકારી મુજબ આ માહિતી બહાર આવી છે. RTI મુજબ વર્ષ ૨૦૧૭ - ૧૮ દરમિયાન ૨૧ સરકારી બેન્કોને ફ્રોડને કારણે ૨૫,૭૭૫ કરોડનું નુકશાન ભોગવવું પડયું છે. આ દરેક બેંકમાંથી સૌથી વધુ પંજાબ નેશનલ બેન્કને નુકશાન થયું છે.

RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડએ ભારતીય રીઝર્વ બેંકમાં અરજી ફાઈલ કરીને આ માહિતી માંગી હતી તેના સબંધમાં આ માહિતી મળી આવી હતી. ગૌડે જણાવ્યું હતું કે તેઓને રીઝર્વ બેંક તરફહી આ જવાબ ૧૫ મેં નાં રોજ મળ્યો હતો. જો કે કયા ફ્રોડથી કેટલું નુકશાન થયું તેની માહિતી આપવામાં આવી નહોતી.