loader

Breaking News


Home > Gujarat > પાટનગરમાં વર્તાઇ રહી છે પાણીની અછત, ઓછો ફોર્સ હોવાથી લોકોમાં દેખાઇ રહી છે નારાજગી


Foto

પાટનગરમાં વર્તાઇ રહી છે પાણીની અછત, ઓછો ફોર્સ હોવાથી લોકોમાં દેખાઇ રહી છે નારાજગી

June 21, 2018, 11:49 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં સમાવિષ્ટ જુના સેક્ટરોમાં સામાન્ય દિવસોમાં પણ ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની અસંખ્ય ફરિયાદો ઉજાગર થાય છે. ચાલુ ઉનાળાની શરૂઆતથી જ શહેરમાં મોટાભાગનાં સેક્ટરોમાં પાણીને લઈને કકળાટ જાવા મળી રહ્યો છે. તેમાં પણ જુના સેક્ટરોમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદોમાં મોટો ઊછાળો આવ્યો છે.



જુના સેક્ટરોમાં રહેવાસીઓને પૈસા ખર્ચી ટેન્કર દ્વારા પાણી મંગાવવુ પડે છે. જ્યારે બીજી બાજુ શાસક પક્ષ ભાજપ પક્ષ દ્વારા મોટા ઉપાડે જાહેરાતો કરાઈ રહી છે કે ભાજપ સરકારના રાજમાં ટેન્કર પ્રથા નાબૂદ થઈ ગઈ છે. હકીકતમાં સરકારને ગામડાઓમાં હવે ટેન્કર દોડાવવા પડતા નથી પણ રાજ્યની પ્રજાએ નાછૂટકે પોતાના સ્વખર્ચે ટેન્કર મંગાવી પાણી મેળવવું પડે છે. જે અંગે સરકારી તંત્ર તેનું જુનુ વાજુ વગાડી રહ્યું છે અને કહે છે કે ઘણાં મકાનોમાં મોટરથી પાણી ખેંચવામાં આવે છે જેથી આસપાસના ફોર્સ ઘટી જાય છે. આમ પોલી પોલી વાતો તંત્ર દ્વારા કરાઈ છે. તેમજ તંત્ર દ્વારા પણ અમુક વસાહતીઓ દ્વારા બગીચાઓ તેમજ વાહન ધોવા તેમજ ઓટલા ધોવા પાણીનો દુવ્યર્ય થાય છે તેને અટકાવવાની પણ તસ્દી લેવાતી નથી જેથી બૂમરાડ પડે છે. કેટલીક જગ્યાએ લોકો વીજ મોટર મૂકીને પાણી ખેંચી રહ્યાંની ફરિયાદો પાટનગર યોજના પાસે મોટા પ્રમાણમાં આવી રહી હોવા છતાં અસરકારક કામગીરી તંત્ર દ્વારા કરતી નથી અને તંત્રની કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટો ઉહાપોહ થાય તે તંત્ર જાગીને ઘટતી કાર્યવાહી કરે તેવી રહીશો આશા રાખી રહ્યાં છે.