loader

Breaking News


Home > Gujarat > નવરાત્રી દરમિયાન શાળાઓ-કોલેજોમાં રજા, દિવાળીની રજાઓમાં મુકાશે કાપ


Foto

નવરાત્રી દરમિયાન શાળાઓ-કોલેજોમાં રજા, દિવાળીની રજાઓમાં મુકાશે કાપ

Aug. 1, 2018, 1:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં નવરાત્રીની રજાનો મુદ્દો ગર્માયા બાદ રાજ્યની ભાજપ સરકારે નવરાત્રી દરમિયાન શાળા-કોલેજોમાં મીની વેકેશનની જાહેરાત કરી દીધી છે. જો કે સરકારે સાથે તે પણ કહ્યુ છે કે નવરાત્રીનાં મીની વેકેશનનાં કારણે દિવાળીની રજાઓમાં સાત દિવસનો કાપ મુકવામાં આવશે.



ગુજરાતની ભાજપ સરકારે નવરાત્રીમાં મીની વેકેશનની જાહેરાત કરી દીધી છે. રાજ્યનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માએ પત્રકાર પરિષજ યોજી આ જાહેરાત કરી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માએ જણાવ્યુ કે, નવરાત્રી દરમિયાન રાજ્યની શાળાઓ અને કોલેજોમાં મીની વેકેશન રહેશે, જેના કારણે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, નવરાત્રીમાં મળી રહેલુ મીની વેકેશનની સીધી અસર દિવાળીમાં મળતા વેકેશન પર પડશે. જે મુજબ દિવાળીનાં વેકેશનમાં કાપ મુકાશે. આ પહેલા દિવાળીનું વેકેશન 21 દિવસનું રહેતુ હતુ જેમાં ઘટાડો કરીને 14 દિવસનું કરવામાં આવ્યુ છે. ચુડાસ્માએ વધુમાં જણાવ્યુ કે, આ જાહેરાતનો લાભ રાજ્યની સીબીએસઇ શાળાઓને નહી મળે. એટલે કે સીબીએસઇ શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.