loader

Breaking News


Home > Gujarat > નોટબંધી દરમિયાન ADC બેંકમાં સૌથી વધુ રકમ થઇ જમા, અમિત શાહ છે ડીરેક્ટર


Foto

નોટબંધી દરમિયાન ADC બેંકમાં સૌથી વધુ રકમ થઇ જમા, અમિત શાહ છે ડીરેક્ટર

June 22, 2018, 2:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભાજપ અધ્યક્ષ અમિત શાહ જે સરકારી બેંકોનાં નિદેશક હતા તે બેંકમાં નોટબંધી સમયે સૌથી વધુ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની પ્રતિબંધિત નોટ્સ જમા થઇ હતી. સમાચાર એજન્સી INS નાં જણાવ્યા મુજબ RTI દ્વારા માંગવામાં આવેલ માહિતી આ દ્વારા આ માહિતી બહાર આવી હતી.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે આઠ નવેમ્બર ૨૦૧૬ નાં રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ્સ પર પ્રતિબંધ લગાવીને તેને ચલણમાંથી હટાવી લીધી હતી. મુંબઈના RTI કાર્યકર્તા મનોરંજન એસ રોયને જાણકારી મળી હતી કે અમદાવાદ જીલ્લા સહકારી બેંક (ADC) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેર કરવાનાં લગભગ પાંચ દિવસની અંદર ૭૪૫.૫૯ કરોડ રૂપિયાનાં પ્રતિબંધિત નોટ પ્રાપ્ત કર્યા હતા.