loader

Breaking News


Home > Gujarat > રાજપથ પર પરેડ દરમિયાન સાબરમતી આશ્રમ થીમ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું


Foto

રાજપથ પર પરેડ દરમિયાન સાબરમતી આશ્રમ થીમ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

Jan. 27, 2018, 11:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભારત અને સમગ્ર વિશ્વમાં સાબરમતી આશ્રમનું મહત્વ ખુબ છે. પ્રજાસત્તાક દિન નિમિતે રાજપથ પર પ્રદર્શિત કરવામાં આવેલા ટેબ્લોમાં ગુજરાત તરફથી સાબરમતી આશ્રમનો ટેબ્લો રજુ કરવામાં આવ્યો હતો જેણે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ વખતે સાબરમતી આશ્રમના શતાબ્દી મહોત્સવ પ્રસંગે સાબરમતી આશ્રમ થીમ પર ગુજરાત રાજ્યનો ટેબ્લો રજુ બનાવવામાં આવ્યો હતો જે રાજપથ પર પરેડ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પ્રજાસત્તાક દિન નિમિતે અન્ય રાજ્યોના પણ ઘણાં બધા ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત લશ્કરી ટુકડીઓ દ્વારા દિલધડક સ્ટંટ કરીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પરેડમાં એરફોર્સની ટુકડી, એનસીસી બેન્ડ, કોસ્ટગાર્ડનો ટેબ્લો, ૧૪૪ નૌસૈનિકોની ટુકડી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત BSF દ્વારા બાઈક સ્ટંટ પણ કરવામાં આવ્યા હતાં જેની આગેવાની મહિલાઓએ કરી હતી.