loader

Breaking News


Home > Gujarat > વૉટ્સઅપ ઉપર ગૃહમંત્રીનાં ફોટા સાથે સ્માર્ટસીટી બનતા પહેલા ઇ-મેમોની ભારે ચર્ચા વાયરલ


Foto

વૉટ્સઅપ ઉપર ગૃહમંત્રીનાં ફોટા સાથે સ્માર્ટસીટી બનતા પહેલા ઇ-મેમોની ભારે ચર્ચા વાયરલ

April 18, 2018, 8:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ઇ-મેમો ફરી થરૂ થતા લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં મુખ્ય ચાર શહેરોમાં ઇ-મેમો ફરી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો ટ્રાફિકનાં નિયમોની ઐસી કી તૈસી કરતા વાહનચાલકો માટે આ કાન પકડીને નિયમોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી છે. શરૂઆતનાં પહેલા દિવસની વાત કરીએ તો લગભગ 1000 ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે. જો કે આ ઇ-મેમોનો અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનાં ફોટા સાથે ‘સ્માર્ટ સિટી બનતા પહેલા ઇ-મેમો નહીં’ આ મેસેજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.



અમદાવાદમાં ઇ-મેમોથી સૌથી વધુ દંડ ફટકારાયો છે તેવું જનમુખે ચર્ચાઇ રહ્યુ છે. ઇ-મેમોનો મુખ્ય ઉદ્દેશ લોકોને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરાવવું અને સુરક્ષિત ડ્રાઇવ કરવાની ફરજ બતાવવાનું છે. હાલમાં ઇ-મેમોની શરૂઆત ગુજરાતનાં મુખ્ય શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કરવામાં આવી છે. શરૂઆતનાં પ્રથમ દિવસે લગભગ 1000 ઇ-મેમો ટ્રાફિક શિસ્તનાં ભંગ કરવા માટે ફટકારવામાં આવ્યા હતા. ઇ-મેમોની શરૂઆત થઇ સાથે એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં લખાયુ છે કે, ગુજરાત સરકારનો જનહિતલક્ષી નિર્ણય, સ્માર્ટ સિટી બનતા પહેલા ઇ-મેમો નહીં, નાગરિકોની રજુઆતનો હકારાત્મક ઉકેલ. આ મેસેજની ખાસ વાત એ છે કે તેમાં પ્રદિપસિંહ જાડેજાનો ફોટો છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલો આ મેસેજ કેટલો સાચો અને કેટલો ખોટો તે હવે જોવાનું રહેશે.