loader

Breaking News


Home > National > શપથ ગ્રહણ : ઇમરાન ખાને ભારતની આ હસ્તીઓને મોકલ્યું આમંત્રણ


Foto

શપથ ગ્રહણ : ઇમરાન ખાને ભારતની આ હસ્તીઓને મોકલ્યું આમંત્રણ

Aug. 2, 2018, 1:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટ ખેલાડી ઇમરાન ખાને શપથગ્રહણ સમારોહમાં ભારતના વિશ્વ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને મહાન બેટ્સમેન તરીકે ઓળખાતા સુનિલ ગાવસ્કરને આમંત્રણ આપ્યું છે. તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. ઇમરાને કપિલ અને ગાવસ્કર ઉપરાંત બોલિવૂડ અભિનેતા આમિર ખાનને પણ આમંત્રણ મોકલ્યું છે.

ડોન અખબારના એક અહેવાલ મુજબ પીટીઆઇનાં નેતાઓ વિદેશ સચિવ તાહિમીના જાનુજાને મળ્યા હતા અને વિદેશી મહેમાનોને આમંત્રિત કરવા અંગે ચર્ચા કરી હતી. અગાઉ એવા અહેવાલો હતા કે પીટીઆઇ સાર્ક રાષ્ટ્રોના નેતાઓને શપથવિધિ સમારંભમાં બોલાવશે જેમાં ચાઇના અને તુર્કીના નેતાઓ ઉપરાંત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે. ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કાર્યાલયે જણાવ્યું હતું કે વિદેશી નેતાઓ અને મહેમાનોને બોલાવવાનો મુદ્દો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે અને આ અંગે તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઇએ.