loader

Breaking News


Home > Gujarat > EDનો સપાટો: લાંચિયા બાબુઓનાં હવાલાઓની તપાસ કરશે


Foto

EDનો સપાટો: લાંચિયા બાબુઓનાં હવાલાઓની તપાસ કરશે

July 7, 2018, 3:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:ગુજરાતમાં નોટબંધી બાદ ઘણી ગેરનીતિઓ સામે આવેલી જેમાં કિશોર ભજિયાવાલા અને તેનાં પુત્ર જીજ્ઞેશ ભજિયાવાલાએ કરેલી કરોડો રૂપિયાનું હવાલા કૌભાંડ સામે આવ્યું હતું. આ ગેરરીતી સામે આવતાં સૌ કોઈની આંખો પહોળી થઇ ગઈ હતી.આ હવાલા કૌભાંડમાં હવે EDને વધુ એક ફરિયાદ માલ ઈચ્છે મળી છે, જેને કારણે EDએ તપાસનો ધમધમાટ કરતાં આ સમગ્ર કૌભાંડમાં રાજ્યનાં સરકારી બાબુઓ અને અન્ય લાગતાં વળગતાઓ EDની તપાસની રડારમાં આવી ગયાં છે. હાલ ED એ સુમનદીપ વિદ્યાપીઠના કૌભાંડી સંચાલક મનસુખ શાહ સામે ફરિયાદ કરી નોંધી તપાસ કરી છે.

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ પણ હવે ભષ્ટાચારની રડારમાં આવી ગયું છે તેઓએ હવાલા દ્વારા કરોડો રૂપિયા બનાવી દીધાં છે. જેને લઈને ED તેની તપાસમાં ગોઠવાઈ ગયું છે હવે આ લાંચિયા બાબુઓ સામે ગાળિયો ફિટ કરવાં અને મોટા કૌભાંડીઓને પકડવાની તપાસમાં ED પણ જોડાશે.

સૂત્રોનાં જણાવ્યાં મુજબ તાજેતરમાં તમામ એજન્સીઓના સિનિયર અધિકારીઓની બોલાવેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે ભષ્ટ અધિકારીઓ દોડતાં થઇ ગયાં છે.