loader

Breaking News


Home > National > એઈમ્સમાં એડમિટ અટલ બિહારી વાજપેઈની તબિયત નાજુક, લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ પર રખાયા


Foto

એઈમ્સમાં એડમિટ અટલ બિહારી વાજપેઈની તબિયત નાજુક, લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ પર રખાયા

Aug. 16, 2018, 10:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : AIIMS માં દાખલ થયેલા ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈની તબિયત અત્યંત નાજુક છે. છેલ્લા ૨૪ કલાકથી તેમનાં સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નથી. થોડીવારમાં એઈમ્સ તરફથી વાજપેઈનું નવું હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવશે. આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ વાજપેઈની ખબર લેવા માટે એઈમ્સમાં પહોંચ્યા હતા.

એઈમ્સનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનાં નેતૃત્વમાં ડોકટરોની એક ટીમ સતત વાજપેઈનાં સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. એઈમ્સ તરફથી બુધવારે સાંજે જાહેર કરેલા મેડીકલ બુલેટીનમાં જણાવવમાં આવ્યું છે કે તેમની હાલત નાજુક છે. છેલ્લાં ૨૪ કલાકથી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. તેમને લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બુધવારે સાંજે એઈમ્સ પહોંચીને વાજપેઈની તબિયતની ખબર લીધી હતી.