loader

Breaking News


Home > Gujarat > ભાજપનાં ૨૨ વર્ષનાં શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયુ : કોંગ્રેસ


Foto

ભાજપનાં ૨૨ વર્ષનાં શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયુ : કોંગ્રેસ

June 5, 2018, 12:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું, જેવા પ્રશ્નોનાં સરળ નિરાકરણ માટે કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. પુસ્તકનાં વિમોચન બાદ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ભાજપનાં ૨૨ વર્ષનાં શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થઇ ગયુ છે.થોડા સમય પહેલા વાલીઓ દ્વારા શાળામાં ફી વધારાનો મુદ્દો વધુ તેજ બન્યો હતો. ખાનગીશાળાઓને ફી નિયત્રંણનો કાયદો અમલ કરાવવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે કોંગ્રેસે ભાજપ પર નિશાનો લગાવતા કહ્યુ છે કે, સરકાર ખાનગીશાળાઓ પ્રત્યે દુર્લભ સેવી રહી છે, જેના કારણે મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓને અને તેમા પણ ખાસ ગરીબી રેખા નીચે જીવતા વિદ્યાર્થીઓને ઘણો અન્યાય થઇ રહ્યો છે. ભાજપ પર આકરા પ્રહારો કરતા ગુજરાત વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કહ્યુ કે, શિક્ષણ માફિયાઓ ભાજપનાં રાજમાં ઘણા બેફામ બની ગયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભાજપ સરકાર ચુંટણી સમયે ફી ઓછી કરાવવા મુદ્દે ઘણુ બોલી રહી હતી, મોટા મોટા હોડિંગ્સ લગાવીને ફી ને કાબુમાં લેવાનું કહી રહી હતી અને ચુંટણી પૂર્ણ થતા જ શાળા સંચાલકો બેફામ બની જાય છે અને સરકાર પર ભારી પડી જાય છે. જો કે ચુંટણી પહેલા ભાજપ દ્વારા ફી વધારાના મુદ્દાને વધુ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો પરંતુ હવે તે મુદ્દે માત્ર વાલીઓ અને શાળાઓ જ સામ સામે દેખાઇ રહ્યા છે.