loader

Breaking News


Home > Gujarat > શિક્ષણમંત્રી વિભાવરીબેનનો લંડનમાં બચાવ, રૂપાણીએ પુછ્યા ખબર અંતર


Foto

શિક્ષણમંત્રી વિભાવરીબેનનો લંડનમાં બચાવ, રૂપાણીએ પુછ્યા ખબર અંતર

Jan. 23, 2018, 8:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : સેન્ટ્રલ લંડન ખાતે વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતનાં રાજ્યકત્રાનાં શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે લંડન પહોચ્યા હતા. આ કોન્ફરન્સનો ઉદ્દેશ શિક્ષણ પદ્ધતિ અંગે અભ્યાસ કરવાનો છે. વિભાવરીબેન દવે લંડનનાં અંબા પટેલ ચેરીંગ હોટલ ખાતે રોકાયા હતા.



વિભાવરીબેન દવે જે હોટલમાં રોકાયા હતા ત્યાં અચાનક આગ લાગતા અને ગેસ ગળતર થતા તેમને તાત્કાલિક ધોરણે અન્ય હોટલમાં સિફ્ટ કરાયા હતા. સદનસીબે તેમના પાસપોર્ટ સહિતનાં અન્ય ડોક્યુમેન્ટ્સ બીજી હોટલમાં હોવાથી તે બચી ગયા હતા. આ અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જાણ થતા તેમણે વિભાવરીબેન દવેનો સંપર્ક કરી તેમના ખબર અંતર લીધા હતા.

સેન્ટ્રલ લંડન ખાતે વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સ તારીખ 21 થી 25 સુધી યોજવામાં આવેલ છે. જેમાં વિશ્વભરનાં શિક્ષણમંત્રીઓ શિક્ષણ પદ્ધતિ અંગે અભ્યાસ કરવાનાં છે. આ મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતનાં શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે લંડન પહોચ્યા હતા. જ્યા થયેલ હાદસામાં સદનસીબે તેમનો બચાવ થયો હતો.