loader

Breaking News


Home > National > પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરાઈ, 11 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ


Foto

પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરાઈ, 11 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

Oct. 6, 2018, 3:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણામાં નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે મતદાન થશે, ત્યારબાદ 11 ડિસેમ્બરના રોજ તમામ રાજ્યોના પરિણામોને એક સાથે ઘોષિત કરવામાં આવશે. ચૂંટણી પંચની જાહેરાત સાથે આજથી આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.

છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન 12 નવેમ્બરે થશે જયારે 23 ઑક્ટોબરે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે જ્યારે સ્ક્રૂટની 24 ઑક્ટોબરના રોજ થશે. આ તબક્કામાં 18 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાના મતદાન 20 નવેમ્બરે થશે. જયારે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બધા રાજ્યોના ચૂંટણી પરિણામો 11 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.