loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં BRTS રૂટ પર દોડી શકે છે ઇલેક્ટ્રીક બસ


Foto

અમદાવાદમાં BRTS રૂટ પર દોડી શકે છે ઇલેક્ટ્રીક બસ

March 21, 2018, 8:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદીઓ માટે એક ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ચાલતી BRTS બસનાં રૂટ પર થોડા સમય બાદ ઇલેક્ટ્રીક બસ દોડી શકે છે. મળતી માહિતી મુજબ પ્રદૂષણનાં સ્તરને ઘટાડવા માટે BRTS રૂટ પર ઇલેક્ટ્રીક બસને દોડાવવાની સરકારની તૈયારીઓ છે.



મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પહેલા પણ અમદાવાદથી ગાંધીનગર ઇલેક્ટ્રીક બસને દોડાવવાની તૈયારીઓ કરી હતી. જો કે સરકારની આ તૈયારીઓ તો પૂર્ણ ન થઇ શકી પરંતુ હવે અમદાવાદની BRTS રૂટ પર 40 ઇલેક્ટ્રીક બસ કેન્દ્ર સરકારની સહાયથી ખરીદવામાં આવશે. ઇલેક્ટ્રીક બસની કિંમતની વાત કરીએ તો એક ઇલેક્ટ્રીક બસની કિંમત લગભગ 1.25 કરોડથી વધુ હોઇ શકે છે. કહેવાય છે કે અમદાવાદનાં પાંચેય આંગળીઓ ઘી માં છે, એક તરફ અમદાવાદમાં કેન્દ્રએ બુલેટ ટ્રેન લાવવાની તૈયારીઓ કરી દીધી છે તો બીજી તરફ અમદાવાદને એક નવી ભેટ ઇલેક્ટ્રીક બસનાં રૂપે મળી શકે છે. જો તૈયારીઓમાં કોઇ વિઘ્ન નહી આવે તો અમદાવાદઓ જલ્દી જ આ સુવિધાઓનો લાભ લઇ શકશે.