loader

Breaking News


Home > Gujarat > દીપડાને કારણે કમર્ચારી, ધારાસભ્યો, મંત્રીઓ બાનમાં, એક દીપડાએ ગાંધીનગર ધ્રુજાવ્યું


Foto

દીપડાને કારણે કમર્ચારી, ધારાસભ્યો, મંત્રીઓ બાનમાં, એક દીપડાએ ગાંધીનગર ધ્રુજાવ્યું

Nov. 5, 2018, 10:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : સાબરમતી નદીની કોતરોને કારણે ગાંધીનગરમાં અવાર નવાર જંગલી પશુઓ ઘુસી આવતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે સચિવાલયમાં એક દીપડો ઘુસી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ગઈકાલે મોડી રાત્રે સચિવાલયના ગેટ નંબર સાત પરથી દીપડો અંદર ઘુસ્યો હતો જો કે 500 થી વધુ કર્મચારીઓની ટિમ દીપડો પકડવા મહેનત કરી રહી છે પરંતુ તે મળી આવ્યો નથી.

સચિવાલયમાં દીપડો હોવાને કારણે કર્મચારીઓ, અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓ તેમજ મુલાકાતીઓને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દીપડો ગેટ નંબર 7થી અંદર ઘૂસ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સચિવાલય ગેટ નંબર 3-4 બાજુ દીપડો હોવાની માહિતી મળતા તે બાજુ પાંજરા પણ મુકાયા છે. જો કે દીપડો હંમેશા જડબેસલાક સુરક્ષા ધરાવતાં સચિવાલય સંકુલમાં ઘુસી જતા સુરક્ષાના પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.