loader

Breaking News


Home > National > મહારાણી પદ્માવતી યૂથ બ્રિગેડે અલ્પેશ ઠાકોરનું માથા વાઢનારને એક કરોડનું ઈનામ આપવાનું કર્યુ જાહેર


Foto

મહારાણી પદ્માવતી યૂથ બ્રિગેડે અલ્પેશ ઠાકોરનું માથા વાઢનારને એક કરોડનું ઈનામ આપવાનું કર્યુ જાહેર

Oct. 15, 2018, 11:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગુજરાતનાં સાબરકાઠાં જિલ્લામાં એક ઉત્તર ભારતનાં યુવકે 14 માસનાં બાળક પર કરેલ રેપ બાદ ગુજરાતમાંથી પરપ્રાંતિઓને થકેલવાનું શરૂ થઇ ગયુ હતુ. આ મુદ્દે ભારે ચર્ચામાં આવેલા કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મહારાણી પદ્માવતી યૂથ બ્રિગેડ દ્વારા માથું વાઢનારને એક કરોડ રૂપિયાનું એલાન કરાયુ છે.



ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિઓ પર તવઇ આવી છે. આ મુદ્દે વધુ ચર્ચામાં રહેલા કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર હવે એક સંગઠન દ્વારા માથુ વાઢવાનું એલાન કરાયુ છે. આ પ્રકારનાં પોસ્ટર ઉત્તર પ્રદેશનાં બહરાઇચ જિલ્લાનાં સાર્વજનિક સ્થળો પર લાગાવવામાં આવ્યા છે. જો કે પોલીસને પોસ્ટર લગાવ્યા હોવાની જાણ થતા એક્શનમાં આવી ગઇ છે. પોલીસે તાત્કાલિક આ પોસ્ટરો હટાવી દીધા છે અને અશાંતિ ફેલાવનાર અસામાજીક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.

સુત્રોનાં જણાવ્યાં મુજબ આ સમગ્ર મામલે ભવાની ઠાકુરનાં નામના એક શખ્શે પોતાને મહારાણી પદ્માવતી યૂથ બ્રિગેડનો અદ્યક્ષ ગણાવ્યો છે. તેણે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ જાહેરમાં જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોર રાક્ષસી પ્રકૃતિનો માણસો છે, તેટલુ જ નહિ તેણે અલ્પેશનાં સાથીદારોને પણ રાક્ષસી પ્રકૃતિનાં ગણાવ્યા છે. લોકોને ભડકાવતા તેણે કહ્યુ કે, આવા લોકો પણ દેશમાં છે જે ગરીબ અને મજૂરી કરતા લોકો પર અત્યાચાર કરે છે અને પોતાની કાયરતાનું ઉદાહરણ તાજા કરે છે. તેણે વધુમાં કહ્યુ કે, આ પ્રકારનાં લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે જેમને સબક મળવો જ જોઇએ.