loader

Breaking News


Home > National > વિધાનસભા-લોકસભાની ચુંટણીને લઇને ચાલી રહેલી અટકળો ઉપર આખરે આવ્યો પૂર્ણવિરામ


Foto

વિધાનસભા-લોકસભાની ચુંટણીને લઇને ચાલી રહેલી અટકળો ઉપર આખરે આવ્યો પૂર્ણવિરામ

Aug. 25, 2018, 11:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચુંટણીનાં ભાજપનાં પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. મુખ્ય ચુંટણી કમિશનર ઓપી રાવતે લીગલ ફ્રેમવર્ક વગર એક સાથે ચુંટણી યોજવાની અટકળોનો અંત આણી દીધો છે.રાવતે કહ્યું છે કે, આ પ્રકારની કોઇ શક્યતા દેખાતી નથી. ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભાની ચુંટણી એક સાથે યોજવાની શક્યતા છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કહ્યું હતું કે, હાલમાં કોઇ તક નથી. લોકસભા ચુંટણી આગામી વર્ષે એપ્રિલ અને મે મહિનામાં યોજાનાર છે. આ વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે. થોડાક દિવસ પહેલા જ ભાજપે દેશભરમાં એક સાથે ચુંટણી યોજવાની ચર્ચા છેડી હતી. લોકસભાની ચુંટણીને વિધાનસભાની ચૂંટણીની સાથે યોજવામાં આવશે કે કેમ તેની ચર્ચા છેડાઈ હતી.

ભાજપે હાલમાં જ કહ્યું હતું કે, એક દેશ એક ચુંટણી માટેનો પ્રસ્તાવ લાંબાગાળાની યોજના છે. પાર્ટી આને તરત લાગૂ કરવા માટે દબાણ લાવી રહી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દા ઉપર ચુંટણી પંચને પત્ર લખવામાં આવ્યા બાદ ફરી એકવાર આને લઇને ચર્ચ છેડાઈ ગઈ હતી. આ મુદ્દા પર મુખ્ય ચુંટણી કમિશનર (સીઈસી) ઓપી રાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં સમગ્ર દેશમાં એક સાથે ચુંટણી યોજવાની બાબત શક્ય દેખાઈ રહી નથી. મુખ્ય ચુંટણી કમિશનરે થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, જા તબક્કાવારરીતે યોજવામાં આવે તો કેટલાક રાજ્યોમાં ચુંટણી સામાન્ય ચુંટણીની સાથે શક્ય બની શકે છે. ચુંટણી પંચે કહ્યું હતું કે, દેશમાં પ્રથમ ચાર ચુંટણી એક સાથે થઇ હતી.