loader

Breaking News


Home > Sports > ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાને આપ્યો ૪૮૧ રનનો લક્ષ્ય


Foto

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાને આપ્યો ૪૮૧ રનનો લક્ષ્ય

June 20, 2018, 12:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મંગળવાર મોડી રાત્રીનાં સમયે ટ્રેંટ બ્રિઝ સ્ટેડિયમમાં રમવામાં આવેલ ત્રીજી વન ડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને ૨૪૨ રનથી હરાવી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેટલુ જ નહી ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટીંગ કરતા ૫૦ ઓવરમાં ૬ વિકેટનાં નુકસાને ૪૮૧ રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. વન ડે ક્રિકેટની એક ઈનિગ્સમાં કોઇ પણ ટીમ દ્વારા બનાવવામાં આવેલ આ સર્વૌચ્ચ સ્કોર છે.





છેલ્લા બે દસકથી ક્રિકેટનાં મેદાનમાં રાજ કરતી ઓસ્ટ્રેલિયાની ટીમ ક્રિકેટમાં આજે પોતાના અસ્તિત્વને શોધી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તમને જણાવી દઇએ કે આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટીંગ કરતા ૫૦ ઓવરમાં ૪૮૧ રનનો સ્કોર ઓસ્ટ્રેલિયાને આપ્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૭ ઓવરમાં જ ૨૩૯ રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે સૌથી વધુ ૧૪૭ રન બનાવ્યા હતા, જેમા ૧૬ ચોક્કા અને પાંચ છક્કાનો સમાવેશ થાય છે. ગઇ કાલે રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયાને સૌથી મોટી હાર (૨૪૨ રને)નો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા તેને ૧૯૮૬માં ૨૦૬ રને ન્યૂઝલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.