loader

Breaking News


Home > Sports > ENGvsIND 1st Test : ટીમ ઈંન્ડિયા જીતથી માત્ર 84 રન દુર, વિરાટ કોહલી પર રહેશે જીતની જવાબદારી


Foto

ENGvsIND 1st Test : ટીમ ઈંન્ડિયા જીતથી માત્ર 84 રન દુર, વિરાટ કોહલી પર રહેશે જીતની જવાબદારી

Aug. 4, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બર્મિઘમ : ઈંગ્લેન્ડ અને ઈંન્ડિયા વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈંન્ડિયા હવે જીતથી માત્ર 84 રન દુર છે. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને જીત અપાવવાની જવાબદારી હાથ ધરી છે. શુક્રવારે ટીમ ઈંન્ડિયાનો સ્કોર 5 વિકેટ પર 110 રન હતો, જેમાં વિરાટ કોહલીએ મેદાનમાં ફરી સંકટમોચનની ભૂમિકા ભજવી હતી. વિરાટે કોહલીએ મેચની પ્રથમ ઈંનિગ્સમાં 149 રન બનાવ્યા હતા અને ગઇ કાલે તે 43 રન બનાવ્યા હતા. શરૂઆતનાં બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન બીજી ઈંનિગ્સમાં પણ જેમનું તેમ રહ્યુ હતુ. તેવામાં ટીમને જીત સુધી પહોચાડવા વિરાટ કોહલીએ બીડુ હાથ ધર્યુ છે.




ટીમ ઈંન્ડિયાએ 194 રનનાં લક્ષ્યનો પીછો કરતા ત્રીજા દિવસની રમત પૂરી થયા પહેલા 5 વિકેટનાં નુકસાને 110 રન બનાવી દીધા છે. વિરાટ કોહલીને છોડી અન્ય બેટ્સમેનોએ ફરી નિરાસ કર્યા હતા. આ પહેલા ટીમ ઈંન્ડિયાએ બોલીંગમાં પોતાનો જાદુ બતાવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈંનિગ્સમાં પોતાના બધા હથિયારો મુકી દીધા હતા.


ઈંગ્લેન્ડની ટીમ પોતાની બીજી ઈંનિગ્સમાં 180 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યા ઈશાંત શર્માએ 51 રન આપી 5 વિકેટ લીધી હતી. ટીમ ઈંન્ડિયાનાં ફીરકી સ્પીનર અશ્વિને 59 રન આપી 3 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે ઉમેશ યાદવે 20 રન આપી 2 વિકેટ લીધી હતી.

ટીમ ઈંન્ડિયાનાં બેટ્સમેનોની વાત કરીએ તો મુરલી વિજય 6 રન, શિખર ધવન 13 રન, કે.એલ.રાહુલ 13 રન, અજિક્ય રહાણે 2 રન અને અશ્વિન 13 રન બનાવી આઉટ થઇ ગયા છે. જ્યારે બીજી તરફ ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી 43 રન બનાવી ટીમને જીત તરફ અગ્રેસર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રથમ ઈંનિગ્સમાં ટીમની મુસિબતોને વિરાટ કોહલીએ જે રીતે દુર કરી તે જોતા ટીમ ઈંન્ડિયાની જીત દુર નથી.