loader

Breaking News


Home > National > આનંદો ! કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે વધારો


Foto

આનંદો ! કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે વધારો

June 8, 2018, 5:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર કેન્દ્રિય કર્મચારીઓને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી શકે છે. લાખો કેન્દ્રિય કર્મચારીઓના સીધી રીતે આના કારણે ફાયદો થશે. લાખો કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં સુધારા સાથે સંબંધિત પ્રસ્તાવને ટુંકમાં જ મોદી સરકાર મંજુરી આપી શકે છે.

સુત્રોના કહેવા મુજબ પ્રસ્તાવમાં કેન્દ્રિય કર્મચારીઓના લઘુતમ પગારને હવે ૧૮ હજાર રૂપિયાથી વધારીને ૨૧ હજાર કરવામાં આવનાર છે. જા કે કેન્દ્રિય કર્મચારીઓના સંગઠન દ્વારા લઘુતમ પગારને વધારીને ૨૬ હજાર રૂપિયા કરવાની માંગણી કરે છે. આ મામલે અખિલ ભારતીય આરોગ્ય કર્મચારી સંઘના અધિકારી રામકૃષ્ણે કહ્યુ છે કે જ્યારથી સાતમા વેતન પંચની ભલામણ લાગુ કરવામાં આવી છે ત્યાંથી તમામ કર્મચારીઓ તેમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. દબાણ વધી ગયા બાદ સરકારે આ સંબંધમાં ધ્યાન આપવા માટે સમિતીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદથી હજુ સુધી રાહત આપવાની માત્ર ચર્ચા કરવામાં આવી રહી છે. કોઇ રાહત મળી શકી નથી.

કેન્દ્રિય કર્મચારીઓને ગ્રેજ્યુટી મામલામાં સાતમા વેતન પંચના લાભ હજુ સુધી મળ્યા નથી.કેન્દ્ર સરકારે તેમના આવેદનપત્રને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરીને સાફ શબ્દોમાં કહ્યુ છે કે ગ્રેજ્યુટી મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવાનો નિર્ણય જે વખતથી લાગુ થયો છે તે જ દિવસથી કર્મચારીઓને લાભ મળવાની શરૂઆત થઇ જશે.