loader

Breaking News


Home > Health > વજન ઘટવાની સાથે મળશે આનંદ, કરો આ કામ


Foto

વજન ઘટવાની સાથે મળશે આનંદ, કરો આ કામ

April 18, 2018, 6:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મોટા ભાગનાં લોકો વજન વધવાને કારણે બિમારી અને તણાવનો શિકાર બનતા હોય છે. આજે માર્કેટમાં એવી ઘણી પ્રોડક્ટ મળે છે જે તમારા વજનને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. પણ શું તે પ્રોડક્ટની મદદથી વજન ઘટાડવાની સાથે આનંદની અનુભૂતી મળશે? મોટા ભાગનાં લોકોનો જવાબ ના જ હશે. જો તમે ઝડપથી ચાલશો, બાગકામ કરશો અથવા વજન ઉચકવાનું કામ કરશો તો તેની મદદથી તમે વજન ઓછો કરવાની સાથે આનંદ પણ મેળવી શકો છો.




તાજેતરમાં થયેલ એક શોધમાં તેનો ખુલાસો થયો છે કે તમારી શારીરિક પ્રવૃત્તિ અને તે કરવા માટેની ક્ષમતાનાં સાતત્યથી તમે તમારા આનંદ મેળવવાનાં સ્તરને વધારી શકો છો. શોધકર્તાઓનાં એક સમૂહે એક અઢવાડિયામાં એક વખત શારીરિક શ્રમ કરનાર એક સામાન્ય વજનનો વ્યક્તિ પૂરા અઢવાડિયામાં શારીરિક શ્રમ ન કરનાર અને સમાન વજનનાં વ્યક્તિ કરતા 1.4 ગણો વધુ આનંદમા રહે છે, જ્યારે સામાન્યથી વધુ વજનનો વ્યક્તિ 1.5 ગણો વધુ આનંદમા રહે છે. શારીરિક શ્રમથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે, કારણ કે તેનાથી માનસિક તણાવ અને ઘભરામણ જેવી બિમારીઓથી પરેશાન લોકોને ફાયદો થતો હોય છે.