loader

Breaking News


Home > Health > ઇચ્છામૃત્યુને મળી કાયદાકીય માન્યતા, સુપ્રિમ કોર્ટે આપ્યો ચોકાવનારો ચુકાદો


Foto

ઇચ્છામૃત્યુને મળી કાયદાકીય માન્યતા, સુપ્રિમ કોર્ટે આપ્યો ચોકાવનારો ચુકાદો

March 10, 2018, 7:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં ઇચ્છામૃત્યુનાં મામલે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે શરતો સાથે ભારતમાં ઇચ્છામૃત્યુને લીલીઝંડી આપી દીધી છે. ચુકાદાને લઇને પહેલાથી લોકોની નજર સુપ્રિમ કોર્ટ પર કેન્દ્રિત હતી. સુપ્રિમ કોર્ટે આ સંબંધમાં કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા મરણાસન્ન વ્યક્તિ દ્વારા ઇચ્છામૃત્યુ માટે લખવામાં આવેલી વસિયત અથવા તો લિવિંગ વિલને ગાઇડલાઇન્સ અથવા તો માર્ગદર્શિકા સાથે કાયદાકીય માન્યતા આપી હતી.




સુપ્રિમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યુ છે કે, મરણાસન્ન વ્યક્તિને આ અધિકાર રહેશે કે તે ક્યારે અંતિમ શ્વાસ લેશે. કોર્ટે કહ્યુ હતુ કે લોકેને સન્માનની સાથે મરવા માટેનો અધિકાર છે. લિવિંગ વિલ એક લેખિત દસ્તાવેજ હોય છે, જેમાં દર્દી પહેલાથી જ આ નિર્દેશ આપે છે કે મરણાસન્નની સ્થિતિમાં પહોંચી જવા અથવા તો રજામંદી નહી આપવાની સ્થિતિમાં પહોચવા પર તેને ક્યા પ્રકારની સારવાર આપવામાં આવે. પૈસિવ યુથેનેશિયા(ઇચ્છામૃત્યુ) તે સ્થિતિ છે જ્યારે કોઇ વ્યક્તિ મરણાસન્ન તરફ વધવાની ઇચ્છાથી તેને સારવાર આપવાનું બંધ કરી દેવામાં આવે છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં નેતૃત્વમાં પાંચ જજની પીઠે ગયા વર્ષે 11મી ઓક્ટોબરનાં દિવસે આ અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. પાંચ જજની બેંચે આજે આ બાબત પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ બેંચમાં ચીફ જસ્ટીસ ઉપરાંત જસ્ટીસ એકે સિકરી, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ, જસ્ટીસ અશોર ભુષણ સામેલ છે.


એનજીઓ કોમન કોઝે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યુ હતુ કે, બંધારણની કલમ 21 હેઠળ જે રીતે નાગરિકને જીવવા માટેનો અધિકાર છે તેવી જ રીતે તેને મરવાનો પણ અધિકાર છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, ઇચ્છામૃત્યુની વસિયત (લિવિંગ વિલ) લખવા માટેની મંજુરી આપી શકાય નહી. એમજીઓ કોઝે આ મુદ્દે 2005માં અરજી દાખલ કરી હતી. કોમન કોઝનાં વકીલ પ્રશાંત ભૂષણે કહ્યુ હતુ કે, ગંભીર બિમારીઓનો સામનો કરી રહેલા લોકેને લિવિંગ વિલ બનાવવા માટેનો અધિકાર હોવો જોઇએ. લિવિંગ વિલનાં માધ્યમથી શખ્સ એ બાબત દર્શાવી શકશે કે જ્યારે તે એવી સ્થિતિમાં પહોચી જાય કે જ્યા તેની જીવવાની આશા ન રહે ત્યારે તેને બળજબરીપૂર્વક લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવાના બદલે તેને સન્માન સાથે મરવાનો અધિકાર આપવામાં આવે.