loader

Breaking News


Home > Gujarat > આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ રાજ્યના દલિતો પોતાના હક અને અધિકાર માટે ઉપવાસ પર બેસવા મજબુર


Foto

આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ રાજ્યના દલિતો પોતાના હક અને અધિકાર માટે ઉપવાસ પર બેસવા મજબુર

Feb. 24, 2018, 11:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સાણંદ : આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ દલિતોને પોતાના હક અને અધિકાર માટે ઉપવાસ પર બેસવું પડે તે શરમજનક વાત છે. ગુજરાત ગતિશીલ હોવાના બણગાં ફૂંકતી ભાજપ સરકારનાં રાજમાં દલિતો ઉપવાસ પર બેસ્યા છે.

અમદાવાદ જીલ્લાનાં સાંણદ તાલુકાના ગામ પલવાડામાં દલિતોની દયનિય સ્થિતિ વર્ષો સૂધી પોતાના બાપદાદા જે ગામમાં મુખ્યત્વે એક રાહદારી રસ્તો વાપરતાં હતા તેની ઉપર ગામના સ્થાનિક દબંગો દ્વારા રસ્તા ઉપર ૨૦૧૧ થી દબાણ કરતાં તે રસ્તો ઉપર આવવા જવા માટે બહુ હાલાકીનો ભોગ બને છે તેના માટે ઘણી વખત ગામના સરપંચ, તલાટી, ગામના વિકાસ અધિકારી, ટિડીઓ,અમદાવાદ કલેકટર,ગાંધીનગર ખાતે ઘણી વખત રજૂઆત કરવા છતાં નિદ્રાધીન તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તેથી તંત્રથી હારી થાકી ને તારીખ ૨૩/૨/૧૮ ના રોજ આમરણાંત ઉપવાસ આંદોલન કરવા મજબૂર થયા હતા. સાણંદ તાલુકા પંચાયત સામે આ મામલે ઉપવાસ પર બેસ્યા છે.

આમ રસ્તાનાં એક દબાણ હટાવવ અને પોતાને ઉપયોગ કરવા માટે પણ ઉપવાસ પર બેસવું પડે તે ઘણી ગંભીર સ્થિતિ છે. તાજેતરમાં ભાનુભાઈ વણકર આત્મ વિલોપન કેસમાંથી સરકાર કૈંક ધડો લેય તેવી શીખ પણ લોકોએ આપી હતી.