loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં દસ-દસ દિન પછી પણ લોકોને હજુ જનમિત્ર કાર્ડ મળતા નથી


Foto

અમદાવાદમાં દસ-દસ દિન પછી પણ લોકોને હજુ જનમિત્ર કાર્ડ મળતા નથી

Sept. 12, 2018, 1:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા ગત તા.૧થી તા.૩૦ સપ્ટેમ્બર સુધી રૂ.પ૦ અને રૂ.૭પની કિંમત ધરાવતાં જનમિત્રકાર્ડ મફતમાં આપવાની જાહેરાત કરાઇ હતી. જો કે તંત્રની અન્ય જાહેરાતની જેમ આવા ઢોલની પણ પોલ ખુલી ગઇ છે. દસ દસ દિવસ પછી પણ હજુ લોકોને જનમિત્ર કાર્ડ મળતા નથી, જેને લઇ બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા ઇચ્છતા મુસાફરો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયા છે, તેને લઇ આવા મુસાફરોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

અમ્યુકો તંત્રની જનમિત્ર કાર્ડને લઇ કરાયેલી મસમોટી જાહેરાતો પોકળ અને ઠાલી સાબિત થઇ હોવાથી અમ્યુકો તંત્ર પણ કફોડી હાલતમાં મૂકાયું છે. જનમિત્ર કાર્ડ અંગેની જાહેરાત પછી પણ આજે નાગરિકોને દસ-દસ દિવસે પણ આઇસીઆઇસીઆઇ બેન્ક, સિવિક સેન્ટર અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જનમિત્રકાર્ડ મેળવવામાં અનેક તકલીફો પડી રહી છે.