loader

Breaking News


Home > National > આજે પણ વધી પેટ્રોલ-ડીઝલની કિંમત, લોકો ત્રાહીમામ


Foto

આજે પણ વધી પેટ્રોલ-ડીઝલની કિંમત, લોકો ત્રાહીમામ

Sept. 27, 2018, 4:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. એક દિવસના ટુંકા વિરામ બાદ ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં ૧૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે ૮૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. મુંબઇમાં હાલત વધારે ખરાબ થઇ છે. અહીં ભાવ ૧૩ પૈસા વધી જતા હવે ૯૦.૩૫ રૂપિયા થઇ ગયો છે. તમામ શહેરોમાં ફરી એકવાર ભાવમા વધારો થતા લોકો હવે પરેશાન દેખાઇ રહ્યા છે.

દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં હાલમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી.પેટ્‌ોલ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે હાલમાં સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ છે. આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજાની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આના કારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. આગામી દિવસોમાં પણ મોંઘવારીના કારણે સામાન્ય લોકોને પરેશાન રહેવાની ફરજ પડી શકે છે.