loader

Breaking News


Home > Gujarat > રીઅલ એસ્ટેટમાં ભારે મંદી, ખરીદદારે વેઇટ એન્ડ વોચની નીતિ રાખવી, ફાયદો થશે


Foto

રીઅલ એસ્ટેટમાં ભારે મંદી, ખરીદદારે વેઇટ એન્ડ વોચની નીતિ રાખવી, ફાયદો થશે

July 30, 2018, 4:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં નોટબંધી, જીએસટી, નવા રીયલ એસ્ટેટના કાયદાના કડક નિયમો જેવા આરઈઆરએને કારણે મોટાભાગના બિલ્ડર્સલોબી બિલ્ડર્સના ધંધામાંથી કામકાજ સમેટી રહ્યા છે. પરીવાર કરતાં મકાનોની સંખ્યામાં તોતીંગ વધારો થયો હોય તેમ પરીવાર કરતાં મકાનો વધી ગયા છે.

સરકાર દ્વારા ગરીબો, મધ્યમવર્ગથી લઈને ૩ બેડરૂમના ફ્લેટો પણ બાંધતા બિલ્ડરોના ધંધા ઉપર મોટી તરાપ પડી છે. હવે નેતાઓ થી લઈને રાજકીય માંધતાઓ પણ આ ધંધામાં ઝંપલાવતાં અને ડોલરીયા રૂપિયાનો ફ્લો વધારો આવતાં મોટાભાગના મકાનો જે વેચાઈ ગયા છે. તેમાં રોકાણ કર્યા બપાદ પણ આજે રોકામ કારોને રોવા નો વારો ાવ્યો છે. બિલ્ડરો દ્વારા અત્યારે જ્યાં સાઈડો ચાલી રહી છે. ત્યાં ફક્ત ખોકાં ઉભા કર્યા બાદ, જેમ જેમ ગ્રાહકોના બુકિંગ આવે તેમ ેતમ આગળ કામો ધપાવાય છે.

રીયલ એસ્ટેટમાં અત્યારે રોકાણ કરવું અથવા તો જમીનોમાં રોકાણ કરવાથી મોટાભાગના દૂર થઈ રહ્યા છે. ૨૦૧૫-૨૦૧૮ સુધીમાં ખરીદ લોબી મીલકમાં આજે પણ બિલ્ડર પાસેથી ખરીદેલા માકન બાદપણ ૧૦ ટકા વળતર ઘટતું નતી અને ત્રણ વર્ષથી ખરીદેલા મકાનોની કિંમત પણ ખરીદેલા ભાવ કરતાં પણ નીચી જઈ રહી છે. ત્યારે બેન્કોમાં વ્યાજદર ઘટતાં અને નાંણાનો †ોતનો બરાવો પણ વધતો હોવા છતાં લોન લેનારા પણ ઉલેચા ભરી રહ્યા છે.

બેન્કોને અગાઉ નવડાવનારા કરોડોનું ફુલ્કેં ફેરવ્યા બાદ બેન્કોએ પણ પોતાના નિયમો કડક બનાવી દીધા છે. અનેક પીક્કા પીંજણ કર્યા બાદ માંડ આપે છે ત્યારે મકાન લેવાનું સપનું અધરું જ રહે છે અને જે લોકોએ ૨૫ તી ૫૦ લાખ રૂપિયાનું રોકાણ મકાનોમાં કરેલ છે તેની કિંમત આજેપણ એજ જગ્યો સેન્ડ થઈને ઉભી છે. રાજ્ય સરકારમાથી હજારો કર્મચારીઓ આ ત્રણ વર્ષમાં રીટાયર્ડ થયા બાદ છૂટક થયેલ છે ત્યારે તેમની પાસે આવેલી જમાપુંજી પણ આવા મકાનોમાં નાખી છે. ત્યારે ૨૫ થી ૫૦ લાખના રોકાણ પર માંડ ૫થી૮ હજાર ભાડું મેળવીને હાટાકારો જેવું અનુભવાય છે. ત્યારે લોન લેનારાઓની સંખ્યામાં પણ ઘટવા માંડી છે. મોંઘુદાટ શિક્ષણ પણ આનો એક પાર્ટસ બની ગયો છે. ત્યારે બધેથી લોનોનું ચિતરામણ રેલ હોય, ગાડી લીધી હોય તેમ તેના હપ્તા આ તમામ હપ્તાથી બીજા હપ્તા ભરવા પોષાય તેમ ન હોવાતી રીયલ એસ્ટેટમાં મંદી બારે થવા પામી છે. ગુજરાતનું કહેવાતું પાટનગરમાંપહેલાં માંડ ૨ લાખની વસ્તી ન હતી જે આજે જુનું ગાંધીનગર અને નવું ગાંધીનગરમાં રૂપાંતર થઈ ગયેલ છે ત્યારે કુડાસણ, પોર, રાયસણ જેવા વિસ્તારોમાં બોલબાલા વધ્યા બાદ ભારે મંદી અહીંયા પણ પ્રવર્તી રહી છે.

જુનું ગાંધીનગરમાં સાંજે ૭ વાગ્યા પછી કર્ફ્યુ પડી ગયો હોય તેમ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે ૫૦ લાખની દુકાનમાં રોકાણ કર્યા બાદ પણ ભરાઈ જવા જેવી પરિસ્થિતિ ઉભી જાય છે. ધંધામાં બારે પ્રવર્તતી મંદીથી કોઈ ધંધામાં તેજી નથી, ખાણી-પીણી જેવા ધંધામાં તેજી હતી, તેમાં કોમ્પીટીશન અને ભાવમાં પણ ઘરખમ ઘટાડો જાવાતા નફાના ધંધામાં પણ મોટો ફટકો વેપારીઓને પડી રહ્યો છે. ત્યારે કમાણીનો સ્ત્રોત હવે ખાસ્સો ઘટતાં નવા રોકાણકારો પણ રીયલ એસ્ટેટમાં રોકાણથી દૂર થઈ ગયા છે. ગુજરાતના પાટનગરથી લઈને એસ.જી. હાઈવે પર તમામ ચાલતી મકાનોની સ્કીમોમાં ખાલીખમ ખટારા ભાંસી રહ્યા છે.

બિલ્ડરોને આજના તબક્કે માંડ એકાદ મહિનામાં એકાદ મકાન વેચાયા છે.ત્યારે આજે બિલ્ડરોપણ બેન્કના વ્યાજના દરોથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે નવા આરઈઆરએના નિયમોથી પણ આ ધંધામાંથી ઉલેચા ભરવું યોગ્ય માની રહ્યા છે. મકાનો માટે ફાયનાન્સ વધ્યું પણ લેનારા કોણ ખરીદીને પછી પણ ભાવ વધવાના કોઈ સંકેત હાલતો દેખાતા નથી. ૭ થી ૧૦ લાખના મકાનની સ્કીમો બિલ્ડોર લાવ્યા બાદ પણ ખરીદનાર વર્ગ નથી આ ગુડા, ઔડા દ્વારા મકાનો જે બનાવેલા જેમાં આજે પણ ૫૦ ટકા ખાલી છે. ત્યારે હજુ પણ મકાનો ભાવ ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે.