loader

Breaking News


Home > National > અટલ બિહારી વાજપેઈનું નિધન, PM મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ


Foto

અટલ બિહારી વાજપેઈનું નિધન, PM મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

Aug. 16, 2018, 6:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી: લાંબી બીમારી બાદ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈ નું નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા ૨૪ કલાકથી નાજુક સ્થિતિમાં હતા. પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીના નિધન પર નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગઈકાલે રાત્રે તેઓ જે એડમિટ હતા તે એઇમ્સ હોસ્પિટલે જાહેર કર્યું હતું કે તેઓની સ્થિતિ ખૂબ નાજુક છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. આજે દિવસ તેમના સ્વાસ્થ્ય અંગે ભારે ચર્ચા રહી હતી અને તેઓ સાજા થઇ જાય તેવી લોકોએ પ્રાર્થના કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે અટલબિહારી વાજપેયીના નિધનથી સમગ્ર ભાજપ જ નહીં પરંતુ દેશની મોટી ખોટ પડી છે.