loader

Breaking News


Home > Health > વધારે તડકો ત્વચા માટે બની શકે છે હાનિકારક


Foto

વધારે તડકો ત્વચા માટે બની શકે છે હાનિકારક

Aug. 18, 2018, 11:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વિટામિન-ડી જરૂર લો પરંતુ યોગ્ય માત્રામાં, નિયમિત રીતે થોડીકવાર સુધી તડકામાં જરૂર બેસો. જો વિટામિન-ડી શરીરને યોગ્ય માત્રામાં નહિ મળે તો કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાઓમાં યોગ્ય રીતે પહોંચતું નથી. આનું પરિણામ તે થશે કે હાડકાઓમાં દુઃખાવો થશે અને હાંડકા વાંકા-ચુકા થવા લાગશે.



નબળા, હાડકાને લીધે ઝડપથી ફેક્ચર થઈ જાય છે. તેથી શિયાળામાં તો તમે તડકો લઈ શકો છો. વૃદ્ધો, બાળકો, સ્તનપાન કરાવતી મહિલાઓ અને ગર્ભવતી સ્ત્રીઓ માટે તો વિટામિન-ડીની ખૂબજ જરૂરત હોય છે. તેથી તેમણે પણ તડકામાં બેસવું જરૂરી છે. વધારે પડતો તડકો ત્વચા માટે હાનિકારક હોય છે એટલા માટે સૂર્ય તરફ મોંઢુ કરીને બેસવું નહિ. તડકામાં બેસતી વખતે પતલા કપડાંથી માથાને ઢાંકી લો તો સારું રહેશે. તમને સૂર્યનો તાપ પણ મળશે અને તેના સીધા કિરણો તમને નુકસાન પણ નહિ કરે. તે વાતનું ધ્યાન રાખવું કે તડકામાંથી ઉઠ્યા બાદ તુરંત સ્નાન ન કરવું તેના લીધે શરીરમાં પહોંચેલ વિટામિન-ડી નષ્ટ થઈ જાય છે.