loader

Breaking News


Home > Health > કસરત કરવામાં આળસ બતાવી રહ્યા છે બાળકો, તો કરો આ કામ


Foto

કસરત કરવામાં આળસ બતાવી રહ્યા છે બાળકો, તો કરો આ કામ

June 19, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજનાં જીવનમાં સ્વસ્થ રહેવા માટે ફિટનેસ જાળવવી અત્યંત અગત્યની છે. પરંતુ બાળકો આ વાત સમજવામાં સક્ષમ હોતા નથી અને બાળકોને કસરતમાં રસ ઓછો હોય છે. જો તમારું બાળક પણ કસરતમાં આળસ બતાવે છે ત્યારે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે.



ઘણીવાર ઘરકામ પણ કસરતની ગરજ સારે છે. રજાનાં દિવસે સામૂહિક સફાઇનો કાર્યક્રમ રાખો. સામૂહિક સફાઇ કરવાથી બાળકોને સફાઇ અંગેનાં સંસ્કારો તો મળે જ પણ સાથે સાથે કચરો વાળવો, ભીનાં કપડાંથી ફર્નિચર સાફ કરવું વગેરે ક્રિયા કરવાથી તેમની કસરત પણ થાય છે. જ્યારે તક મળે ત્યારે શક્ય હોય તો સહપરિવાર સ્વિમિંગની મજા માણો. શક્ય હોય તો રોજ નિશ્ચિત સમયગાળા માટે ઘરની આજુબાજુ કે નજીકનાં પાર્કમાં ચાલીને સહકુટુંબ ફરવાની આદત પાડો. જો રોજ શક્ય ના હોય તો અઠવાડિયે બેથી ત્રણ વખત આ પ્રયોગ કરી જુઓ. શક્ય હોય તો સહકુટુંબ જીમ જોઇન કરી શકો છો.


બાળકો સાથે મળીને કાર ધોવાથી તેમ જ મકાનની બારીઓ ધોવાથી પણ સારી એવી કસરત થઇ શકે છે. આ સિવાય બાળકોને માળીકામ અત્યંત પ્રિય હોય છે આથી સાથે મળીને માળીકામ કરવાથી પણ શરીરને સારી એવી કસરત મળે છે. બાળકો જે રમત રમતાં હોય તેમાં રુચિ લો. જો તેઓ આઉટડોર ગેમ રમતા હોય તો તેમાં ભાગીદાર બનો, આમ કરવાથી શારીરિક તેમજ માનસિક એમ બંને રીતે તાજગી અનુભવશો. બાળકો તેમજ પરિવાર સાથે મસ્તી કરતાં કરતાં કસરત કરવાનો એક રસપ્રદ રસ્તો મનગમતું સંગીત મૂકીને કલાકો સુધી તેના તાલે ડાન્સ કરવાનો છે. બાળકોને જે કામમાં રૂચી વધુ હોય તેવા કામ આપો. બાળકો સાથે મળીને સાઇકલિંગ કરવાથી પણ તેમને કસરત મળી શકે છે. તમે આ રીતે તમારા બાળકને કસરત સાથે મનોરંજન પૂરું પાડી શકો છો.