loader

Breaking News


Home > Health > લાંબો સમય ફીટ રહેવા માટે કરો વ્યાયામ, દૂર થશે મોટાપો


Foto

લાંબો સમય ફીટ રહેવા માટે કરો વ્યાયામ, દૂર થશે મોટાપો

April 27, 2018, 4:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને તમે સ્લિમ ફિગરની સાથે ફીટ બોડી મેળવવા ઇચ્છો છો તો તમારે ડાયટીંગથી બચવું પડશે. કેટલાક લોકો ડાયટીંગને જ વજન ઓછું કરવાનો માર્ગ માની બેસે છે. પણ સ્વાસ્થ્ય માટે તે હાનિકારક બની શકે છે અને તણાવપૂર્ણ પણ. માત્ર ભોજન કંન્ટ્રોલ કરવાથી જ તમારું કામ નહીં થાય પણ વજન ઓછું કરવા માટે શારીરિક વ્યાયામ અને સંતુલિત ડાયટ બંને જરૂરી છે. તમે વગર ડાયટીંગે પતલા થવાના નુસખા પણ અજમાવી શકો છો. જેમ કે તમે આઉટ ડોર ગેમ રમો અને તમારું વજન ઓછું કરો.




આજે સ્થૂળતા એ મોટાભાગનાં લોકોની મુશ્કેલી બની ગઇ છે. આવામાં દરેક વ્યક્તિ ઝડપથી પોતાનું વજન ઘટાડવા ઇચ્છે છે. પણ કામ સરળ નથી. વજન ઘટાડવા માટે એક સંપૂર્ણ કાર્યપ્રણાલીમાંથી પસાર થવું પડે છે. જેની મદદથી તમે ફીટ રહેવાની સાથે તમારું વજન પણ ઓછું કરી શકો છો. જો તમે તમારું વજન કંન્ટ્રોલ કરવા ઇચ્છો છો અને તમે વિશ્વાસની સાથે કહી નથી શકતા કે ડાયટીંગ પ્રભાવી છે કે વ્યાયામ તો તમને જણાવી દઇએ કે વજન કંન્ટ્રોલ કરવા કે ઓછું કરવા માટે બંને વસ્તુઓ જરૂરી છે. જો તમે સતત વ્યાયામ કરો છો અને ભોજન કંન્ટ્રોલ નથી કરતા તો આવામાં તમારી એકસ્ટ્રા કેલરી તો તમે બર્ન કરી શકશો પણ વજન ઓછું નહીં કરી શકો. જ્યારે પણ કોઇ વજન ઓછું કરવાની વાત કરે તો ખાવા પર કંન્ટ્રોલની સાથે વ્યાયામ કરવાની પણ સલાહ આપે છે. જો તમે માત્ર ડાયટીંગ કરો છો તો એની અસર થોડા દિવસોમાં તમારા શરીર પર દેખાશે. તમે નિશ્ચિતપણે પતલા થઇ જશો પણ થોડા દિવસોમાં જ ફરીથી પહેલાં જેવા વધુ જાડા થઇ જશો. માત્ર ડાયટીંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ડાયટીંગ ઘણા દિવસો સુધી કરવું શક્ય પણ નથી.


જો તમે લાંબા સમય સુધી ફીટ રહેવા ઇચ્છો છો તો તમારે તમારા ભોજનને સંતુલિત કરવાની સાથે વ્યાયામને પણ તમારી દિનચર્ચામાં સામેલ કરવો પડશે. સામાન્ય રીતે માત્ર ડાયટીંગ કરનારા લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં પોતાની માંસપેશીઓને નબળી બનાવી દે છે. જેનાથી શારીરિક નબળાઇ આવવા લાગે છે અને ધીમે ધીમે બિમારીઓ વધવા માંડે છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ભોજન કંન્ટ્રોલ કરવાનો અર્થ એ નથી કે તમે તમારા ભોજનની માત્રામાં ઘટાડો કરી દો પણ તમારે તમારા ભોજનની માત્રા એટલી જ રાખીને તેમાંની ચરબીવાળી વસ્તુઓ કાઢી અનાજ, દાળ, ફણગાવેલા ખાદ્ય પદાર્થો, ફળ, લીલા શાકભાજી વગેરેનું સેવન કરવું જાઇએ અને જંક ફૂડનો ત્યાગ કરવો જરૂરી છે. વ્યાયામ અંતર્ગત તમે યોગ,કસરત, એરોબિક્સ કરી શકો છો કે પછી સાયકલ ચલાવવી, ચાલવા જવું, ટેબલ ટેનિસ કે ડાન્સ કરી શકો છો. વજન ઓછું કરવા માટે સવાર સાંજ ચાલો અને સવારનો નાસ્તો અચૂક કરો. ઉપરની ટિપ્સ વાંચીને તમે સમજી જ ગયા હશો કે ડાયટીંગ વજન ઓછું કરવાનો સારો રસ્તો નથી પણ વ્યાયામને જીવનશૈલીમાં સામેલ કરવો એ જ સારો માર્ગ છે.