loader

Breaking News


Home > Health > ગરદનનાં સ્નાયુઓ મજબૂત કરવાની કસરત


Foto

ગરદનનાં સ્નાયુઓ મજબૂત કરવાની કસરત

Sept. 6, 2017, 10:11 a.m.
      Whatsapp   

ગરદનના સ્નાયુઓ મજબૂત બનાવવા માટે તંદુરસ્ત માણસે નિયમિતપણે ગરદનની કસરત કરતા રહેવું જાઈએ. સ્નાયુઓને ખેંચાણ આપે એવી કસરતમાં બેઠા બેઠા માથુ આગળ તરફ ઝુકેલુ રાખીને વારાફરતી ડાબી અને જમણી તરફ દાઢીનો ભાગ બંને ખભાની નજીક પહોંચે એમ ફેરવવું.



દરેક સ્થિતિમાં દસ સેકન્ડ રહેવું. ગરદનને પૂરેપૂરી આગળ અને પાછળ લાવવી. દરેક સ્થિતિમાં દસ સેકન્ડ રહેવું. ગાદી ઘસાઈ જવાથી કે ચેતાતંતુ પર દબાણ આવવાથી દુખાવો થતો હોય એમણે આ કસરત ન કરવી. ધીમે ધીમે ટટ્ટર માથુ ડાબી અને જમણી તરફ ઝુકાવવુ અને દરેક સ્થિતિમાં દસ સેકન્ડ રહેવું. દુખાવો થતો હોય તો આ કસરત ન કરવી.

ઉંધા સૂઈને બંને હાથ શરીરની બાજુ પર સીધા રાખી મૂકી ગરદનને ઉંચી કરવી અને દસ સેકન્ડ ઉંચી રાખી મૂકવી. જા કોઈ પ્રકારનો દુખાવો ન હોય તો, માથાને બધી દિસામાં ધીમે ધીમે ગોળ ફેરવવું. એટલે કે ટટ્ટાર માથુ પહેલા આગળ ઝુકાવવુ પછી ધીમે ધીમે એક સાઈડ પર ઝુકાવતા ઝુકાવતા પૂંરું એક બાજુ ઝુકાવી, ધીમે ધીમે પાછળ તરફ ઝુકાવવું અને બીજી બાજુ ઝુકાવીને આગળ લઈ જવું. મણકા-ગાદીની તકલીફ થઈ ગયા પછી આ કસરત ન કરવી. ખભાને આગળ અને પાછળ ધીમે ધીમે ગોળ ગોળ ફેરવવા - બંને હાથ નીચે ઢીલા છોડી દેવા. ખભાને ઉપર કાન તરફ દસ સેકન્ડ પછી ફરી ઢીલા મૂકી દેવા.

બંને હાથ છાતીની સપાટીએ રાખીને પછી એ જ સપાટીએ પાછળ તરફ ખેંચવા જેથી ગરદનની તરત નીચે રહેલ સ્નાયુઓને કસરત મળે. માથા પાછળ એક હાથ રાખી, માથાને પાછળ તરફ ધકેલવું અને હાથથી એને ધકેલવામાં જાર પડે એટલું દબાણ આપવું. માથાની એક બાજુએ (કાન પર) ડાબે હાથ મૂકી એ હાથના દબાણની સામે માથાને ડાબી બાજુ ધકેલવુ અને પછી એ જ રીતે જમણી બાજુ ધકેલવું. આ દરેક કસરત ૧૦ થી ૨૦ વખત, ધીમે ધીમે કરવી. તમને ગરદનનો દુખાવો પહેલેથી જ હોય તો તમારા ડોક્ટરની સલાહ મુજબ જ કસરત કરવી. કસરત કરતી વખતે દુઃખાવાનો અનુભવ થાય તો તરત આગળ વધતા અટકી જવું જાઈએ. કસરત દુઃખાવો ન થાય એ માટે કરવામાં આવે છે અને કસરત કરતી વખતે દુઃખાવો ન જ થવો જાઈએ.