loader

Breaking News


Home > Health > કસરત કરવી શાં માટે છે જરૂરી, જાણો


Foto

કસરત કરવી શાં માટે છે જરૂરી, જાણો

Sept. 4, 2018, 11:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજની ઝડપથી ભાગતી જિંદગીમાં દરેક વ્યક્તિ બહુજ વ્યસ્ત જીવન જીવી રહી છે. તે હરઘડી કોઈ ને કોઈ કામમાં પ્રવૃત્ત તો છે પણ તેને પોતાના વિશે, પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારવામાં પણ સમય નથી. પણ જો આવી વ્યસ્તતાવાળી જિંદગીમાંથી દરેક વ્યક્તિ દરરોજ થોડો પણ સમય નિયમિતરૂપે વ્યાયામ માટે કાઢે તો તે પોતાના સ્વાસ્થ્યને દુરુસ્ત રાખી શકે છે. ઉપરાંત પોતાના વ્યક્તિત્વમાં નિખાર અને આકર્ષણ પેદા કરી શકે છે.



દુનિયામાં બહુ ઓછા લોકો હશે કે જે સ્વસ્થ હોવા છતાં પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે છે અને નિયમિત વ્યાયામ કરીને પોતાને ચુસ્ત દુરુસ્ત રાખે છે. બીમારીઓ તો આપણા શરીરની ઘોર દુશ્મન છે. તેથી આપણે કેવી રીતે પ્રસન્ન રહીએ, કેવી રીતે સ્વસ્થ રહીએ અને કેવી રીતે બીમારી નામનાં શત્રુને પાસે ફરકવા પણ ન દઈએ તે વિશે આપણે વિચારવું જોઈએ. સ્થુળતા આપણા વ્યક્તિત્વનાં રંગમાં ભંગ પાડે છે. એ ઉપરાંત સ્થુળતાથી અનેક બીમારીઓ થાય છે. વ્યાયામ દ્વારા સ્થુળતાથી પણ છૂટકારો મેળવી શકાય છે. વજન કેમ વધે છે ? આપણા શરીરની ત્વચાનું નિર્માણ ઘણા પડ દ્વારા થાય છે.

નિયમિત વ્યાયામ ન કરવાથી ત્વચાનાં એક એક પડ પર મેલનાં થર જામવા લાગે છે. મેલ ગંદકી હોય છે. જે ત્વચાનાં પડ પર જામવાથી ત્વચાનાં પડ જાડા થતા જાય છે. જે થવા જાઈએ નહીં. તેથી જ આપણું વજન અનિયંત્રિત થઈ જાય છે. તેથી આપણું વ્યક્તિત્વ બેડોળ બની જાય છે. શરીરમાં સ્થુળતાની સાથે બીજી પણ ઘણી બીમારીઓ ઘર કરી જાય છે. આ સંદર્ભમાં નિયમિત વ્યાયામની મહત્તા એ છે કે નિયમિતરૂપે વ્યાયામ કરવાથી આપણી ત્વચા પર જામેલા મેલનાં થર પરસ્પર ઘસાવાથી તથા ખેંચવાથી પરસેવારૂપે આપણી ત્વચાથી બહાર આવતા જાય છે. જેથી વજન વધી શકતું નથી. જો આપણે ઇચ્છીએ તો બરાબર ખાનપાન અને વ્યાયામ મારફતે પોતાને સ્વસ્થ રાખી શકીએ છીએ. વ્યાયામ કેવળ આપણને સ્વસ્થ જ નથી રાખતો પણ તેનાથી આપણામાં આત્મવિશ્વાસ વધે છે. આપણા જીવન પર તેનો સકારાત્મક પ્રભાવ પણ પડે છે. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે વ્યાયામ શા માટે ? આપણા મૂડને સારો બનાવવા વ્યાયામથી મદદ મળે છે. ઘણાં સંશોધનથી સાબિત થઈ ગયું છે કે વ્યાયામ કરવાથી આપણા મગજમાં એવાં રસાયણો ઉત્પન્ન થાય છે કે જેનાથી આપણું શરીર સુંદર બને છે.