loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં મોડી સાંજે ભારે વરસાદ, ગાંધીનગરમાં ઉકળાટનો અનુભવ


Foto

અમદાવાદમાં મોડી સાંજે ભારે વરસાદ, ગાંધીનગરમાં ઉકળાટનો અનુભવ

June 29, 2018, 2:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મોડી સાંજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ગાંધીનગરનાં રહેવાસીઓ વરસાદથી વંચિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરનાં શાહીબાગ, સાબરમતી, ચાંદખેડા, રાણીપ સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.



હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપી હતી. જ્યારે બીજી તરફ રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં વરસાદથી વચિંત થઇ રહેલા લોકો ઉકળાટનો અનુભવ કરતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં મોડી સાંજે ભારે વરસાદ થયો હતો, હજુ પણ અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયુ હતુ.