loader

Breaking News


Home > Bollywood > પોતાના ફેન્સને ખરાબ નહીં લાગે તે માટે ખુલાસા કરે છે


Foto

પોતાના ફેન્સને ખરાબ નહીં લાગે તે માટે ખુલાસા કરે છે

Sept. 15, 2017, 3:49 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડની અભિનેત્રી કંગના રાણાવત હાલના દિવસોમાં કુબ જ ચર્ચામાં આવી ગઇ છે. ટીવી ઇન્ટરવ્યુમાં રિતિક રોશનની સાથે પોતાના પર્સનલ રિલેશનના સંબંધમાં વાત કર્યા બાદ કંગના સતત ચર્ચામાં છે. તેની બોલિવુડમાં વ્યાપક ટિકા પણ થઇ રહી છે. પોતાના વિરોધીઓી ઝાટકણી કાઢવાત કંગનાએ હવે કહ્યુ છે કે ફરાહ ખાન અને સોના હળવી માનસિકતાવાળા અને આધારવગરના નિવેદન કરી રહી છે. તેનુ કહેવુ છેકે કોઇ નબળી માનસિકતાવાળા હલકા લોક તેની ટિકા કરે તેનાથી તેને કોઇ અંગતરીતે ફરક પડતો નથી. જા કે તેના લાખો ચાહકોને તેની માઠીઅસર થાય છે. તેના ચાહકોને ફટકો ન પડે તે માટે વાંવાર ખુલાસો કરે છે. તેનુ કહેવુ છે કે તેના હિતેચ્છી લોકો ન રહ્યા હોત તો તે ક્યારેય આવી નબળી માનસિકતાવાળા લોકોના આક્ષેપોનો જવાબ ન આપત, પરંતુ તેના ચાહકોને આ બાબત પસંદ નથી. તે તેની પાસેથી જવાબ ઇચ્છે છે. તેનુ કહેવુ છે કે કોઇ પણ પÂબ્લક ફિગર માટે પોતાની રજૂ કરવાની તાકીદની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે તે પોતાની ફિલ્મ સિમરનને લઇને બિલકુલ પરેશાન નતી. પહેલા તે પોતાની ફિલ્મની રજૂઆતની રાહ જુએ અને પોતાની પ્રતિષ્ઠા અને સન્માન બચાવે તેવી બાબતોમાં તે બિલકુલ વિશ્વાસ રાખતી નથી. જ્યારે પણ તેને પ્રશ્ન કરવામા આવશે તો ચોક્કસપણે પ્રશ્નોનો જવાબ આપશે. ગંભીર પ્રકારના આક્ષેપો લાગી ગયા બાદ સમાજમાં કોઇ પણ વ્યક્તિ સરળતાથી રહી શકે નહી. જે કઇ પણ કહેવામાં આવે છે તે બાબતોનો જવાબ તો દરેક વ્યક્તિએ આપવાની જરૂર હોય છે. તેની સિમરન ફિલ્મ ૧૫મી સપ્ટેમ્બરના દિવસે દેશમાં રજૂ થઇ છે.