loader

Breaking News


Home > National > સુરક્ષા એજંન્સીએ પકડેલા લશ્કરી આતંકીએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓ


Foto

સુરક્ષા એજંન્સીએ પકડેલા લશ્કરી આતંકીએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

May 25, 2018, 12:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સીમા પાર પાકિસ્તાનથી ભારતમાં ઘૂષણખોરી કરી આવેલા એક આતંકવાદીને ભારતીય સુરક્ષા એજંન્સીએ જીવતો પકડી પાડ્યો હતો. સુરક્ષા એજંન્સીઓ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં આતંકીએ મોટા ખુલાસાઓ કરી ચોંકાવી દીધા હતા.



પાકિસ્તાન એક એવો દેશ જેના વિશે કહી શકાય કે શાંતિ અને તેને દૂર દૂર સુધી કોઇ સીધો સંબંધ જ નથી. તે ફરી એકવાર સાબિત થયુ છે. પાકિસ્તાનમાંથી ઘૂષણખોરી કરી ભારતમાં આવેલા એક આતંકવાદી સાથે દેશની સુરક્ષા એજંન્સીએ પૂછપરછ કરી ત્યારે જે ખુલાસા તે આંતકવાદિએ કર્યા તે જાણીને સૌ કોઇ ચોંકી ગયા હતા. જૈબુલ્લાહ હમજા નામના આતંકવાદીએ જણાવ્યું કે હુ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છુ, અમે એલઓસીને પાર કરી ભારતની સીમામાં ઘુસી આવ્યા હતા, મારી સાથે મારા 4 સાથી હતા જેમાંથી 2 માર્યા ગયા છે. તેણે વધુમાં જણાવ્યું કે, 21 દિવસની ટ્રેનિંગ આપ્યા બાદ ભારતમાં મોટો હુમલો કરવાનાં ઇરાદે અમને મોકલવામાં આવ્યા હતા. તેણે કહ્યુ કે, અમને બરફમાં 2 મહિનાઓ સુધી ટ્રેનિંગ આપવામાં આવી છે. આ દરમિયાન આંતકી હાફિઝ સઇદ અને ઝકીર ઉર રહેમાન સાથે તેની મુલાકાત થઇ અને તેમણે તેનું બ્રેઇન વોસ કર્યુ હતુ.

સુરક્ષા એજંન્સીઓની પૂછપરછમાં આતંકી જૈબુલ્લાહે જણાવ્યું કે, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા કાશ્મીર અને રોહિગ્યા મુસલમાનોનાં નામ પર અરબનાં દેશોથી પૈસા ભેગા કરી રહ્યુ છે. તેણે વધુમાં જણાવ્યું કે, મને લોલોબ જવા માટે કહેવામાં આવ્યુ હતુ જ્યા થોડા સમય પહેલા લશ્કરનાં આતંકી માર્યા ગયા હતા. તેણે વધુ ખુલાસો કરતા કહ્યુ કે, બોસાન મુલ્તાનમાં રહે છે. જેના 8 ભાઇઓ અને 3 બહેનો છે. જેમની સાથે સંપર્કમાં રહેવા તે વાઇ-એસએમએસ સિસ્ટમનો ઉપયોગ કરે છે જેને સુરક્ષા એજંન્સી ટ્રેક કરી શકતી નથી.