loader

Breaking News


Home > National > Exposed : UP પોલીસનાં સોપારી કીલર્સ, પૈસા આપો અને એકાઉન્ટર કરાવો


Foto

Exposed : UP પોલીસનાં સોપારી કીલર્સ, પૈસા આપો અને એકાઉન્ટર કરાવો

Aug. 7, 2018, 10:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : પ્રમોશન, પૈસા અને પબ્લિસિટી આ ત્રણેય મેળવવા માટે ઉત્તર પ્રદેશનાં બધા તો નહિ પરંતુ અમુક પોલીસ અધિકારીઓ શોર્ટકટ લઈને નકલી એકાઉન્ટર કરવા માટે પણ તૈયાર થઇ જાય છે. ઇન્ડિયા ટુડેની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પોતાની તપાસ દરમિયાન જાણ્યું કે યોગી સરકારનાં કાર્યકાળમાં એકાઉન્ટરમાં મરવા વાળા લોકોનો આંકડો ૬૦ થી ઉપર પહોંચી ગયો છે.

સત્તાવાર આંકડાઓ મુજબ માર્ચ ૨૦૧૭ થી આજદિન સુધી ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલ લગભગ ૧૫૦૦ એકાઉન્ટરમાં ૪૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇન્ડિયા ટુડેની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસમાં સામે આવ્યું હતું કે યુપી પોલીસનાં અમુક લોકો ખોટા કેસમાં નિર્દોષ લોકોને ફસાવી રહ્યાં છે અને પછી તેમને નકલી એકાઉન્ટરમાં શૂટ કરી દે છે. આ બધું પ્રમોશન અને બીજા પાસેથી પૈસા લઈને કોઈને ઠેકાણે પાડવાના ઈરાદે થઇ રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપનાં સત્તામાં આવ્યાં બાદ ફક્ત એકલા આગ્રા ઝોનમાં જ ૨૪૧ એકાઉન્ટર થયા છે. સ્થાનિક ચિત્રાહાટ પોલીસ સ્ટેશનનાં એક સબ ઈન્સ્પેક્ટરે એક નિર્દોષ નાગરિકને મારવા માટે આઠ લાખ રૂપિયા કિંમત નક્કી કરી હતી.