loader

Breaking News


Home > National > ગુજરાતમાં હિંસાનું મૂળ બંધ કારખાના અને બેરોજગારી, રાહુલ ગાંધીએ કરી ટ્વિટ


Foto

ગુજરાતમાં હિંસાનું મૂળ બંધ કારખાના અને બેરોજગારી, રાહુલ ગાંધીએ કરી ટ્વિટ

Oct. 9, 2018, 12:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો પર હુમલાઓને સંપૂર્ણપણે ખોટા ઠેરવીને જણાવ્યું હતું કે પ્રવાસીઓ પર હુમલા થવા નિંદનીય છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હિંસાનાં મૂળમાં રાજ્યમાં બંધ પડેલા કારખાનાઓ અને બેરોજગારી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગરીબીથી મોટો કોઈ ડર નથી. ગુજરાતમાં થઇ રહેલ હિંસાનું મૂળ ત્યાંના બંધ પડેલા કારખાનાઓ અને બેરોજગારી છે. વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. તેઓએ જણાવ્યું હતું કે પ્રવાસી શ્રમિકોને તેના નિશાન બનાવવાં સંપૂર્ણ રીતે ખોટું છે. હું તેની વિરુદ્ધ છું.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાઓને કારણે સ્થિતિ તંગ છે. ઉત્તર પ્રદેશ અને બિહારનાં લોકો આ હુમલાઓમાં નિશાને છે તેમજ આ બંને પ્રદેશોનાં લોકો ડરનાં માર્યા ગુજરાત છોડવા પર મજબુર થઇ રહયા છે.