loader

Breaking News


Home > National > ભાગેડુ આર્થિક અપરાધી બીલ સંસદમાં પસાર, નિરવ મોદી જેવા લોકો પર ગાળિયો કસાશે


Foto

ભાગેડુ આર્થિક અપરાધી બીલ સંસદમાં પસાર, નિરવ મોદી જેવા લોકો પર ગાળિયો કસાશે

July 26, 2018, 11:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં આર્થિક અપરાધ કરીને વિદેશ ભાગી જનારા લોકો પર સંક્જો કસવા માટે ભાગેડુ અપરાધી બિલ લાવવામાં આવી રહ્યું છે. લોકસભામાં આ બીલ પાસ થઇ ગયું છે તેમજ બુધવારે રાજ્યસભામાં આ બીલ પાસ થઈ ગયું હતું. આ બિલનો ઉદ્દેશ દેશમાં નિરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો વિદેશ ભાગી જાય છે તેના પર કડક કાર્યવાહી કરવાનો છે.

ભાગેડુ આર્થિક અપરાધી બિલ, ૨૦૧૮ તંત્રને એ અધિકાર આપે છે કે તેઓ તે લોકોની સંપતિ જપ્ત કરી લે જે ગુનો કરીને વિદેશ ભાગી જાય છે જેમાં નિરવ મોદી અને મેહુલ ચોકસી જેવા લોન ડિફોલ્ટરર્સ પણ સામેલ છે જે દેશ છોડીને ભાગી જાય છે. આ બિલની મદદથી સરકારની કોશિશ કાયદાને મજબુત કરવાની છે. અહી આવ્યાં બાદ તેમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેનાથી નાણાંકીય સંસ્થાઓ આ લોકો પાસેથી પોતાની કરોડો રૂપિયાની રકમ પણ વસુલ કરી શકશે.