loader

Breaking News


Home > Gujarat > રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિથી ખેડૂતો બન્યા પાયમાલ : પરેશ ધાનાણી


Foto

રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિથી ખેડૂતો બન્યા પાયમાલ : પરેશ ધાનાણી

June 30, 2018, 4:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : રાજયના ખેડૂતોના સમર્થનમાં રાજકોટ શહેરમાં કિસાન કોંગ્રેસ સેલ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નોને લઈને ધરણાં અને ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા. ખેડૂતો અને ખેતી બચાવોની માંગ સાથે કોંગ્રેસનાં નેતાઓ ધરણાં પર ઉતર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા હળ સાથે આવ્યાં હતાં અને મંચ પર ખભે હળ રાખીને તેઓ બેસી ગયા હતાં તેમજ લલિત વસોયા, જવાહર ચાવડા, લલિત કગથરા, પીરજાદા સહિતનાં કેટલાંક ધારાસભ્યો પણ જાડાયા હતાં. આ સિવાય જિલ્લા પંચાયતનાં પ્રમુખોની પણ હાજરી કાર્યક્રમ દરમ્યાન જોવા મળી હતી.

આ સંમેલનમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પીએમ મોદીને ભ્રષ્ટાચાર અને પાકવીમા સહિતના મુદ્દા પર આક્રમક સવાલ પૂછ્યા હતા. તેમણે પીએમ મોદીને તેમણે ગુજરાતના ખેડુતો માટે કરેલા વાયદા પૂર્ણ નહીં કરવાના મુદ્દે પણ પ્રશ્નો પૂછ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપે તેના શાસનના ૨૨ વર્ષમાં ખેડૂતને પાયમાલી તરફ આગળ ધકેલી દીધો છે. આ ઉપરાંત ચુંટણી સમયે ઉંચા ભાવે મગફળી ખરીદી કરીને તેમાં આગ લગાડીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિના પગલે ખેડૂતો પાયમાલ બન્યા છે. ખેડૂતો પોતાની માંગ માટે વારંવાર માંગણીઓ કરી રહ્યો છે. પરંતુ તેમને સસ્તી, પુરતી અને નિયમિત વીજળી નથી મળતી. આ ઉપરાંત ભાજપ સરકાર ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવામાં પણ નિષ્ફળ નીવડી છે.