loader

Breaking News


Home > Gujarat > જામનગરમાં આર્થિક તંગીને કારણે ખેડૂતે કરી આત્મહત્યા


Foto

જામનગરમાં આર્થિક તંગીને કારણે ખેડૂતે કરી આત્મહત્યા

Oct. 27, 2018, 1:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જામનગર : ગુજરાત સરકારે ચારા પાણીની તંગીને નજરમાં રાખીને દુકાળગ્રસ્ત ગામોની સંખ્યા વધારતાં આ ગામો સુધી પાણી અને ચારો પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે. સરકારે નમર્દા બંધમાંથી નહેરમાં છોડવામાં આવતાં 6000 ક્યુસેક પાણીની માત્રાને 31 ઓક્ટોમ્બર સુધી 12 હજાર ક્યુસેક કરી દીધું છે. બીજી બાજુ કચ્છથી પશુપાલકો શહેરોમાં આવી રહયા છે.

આ સ્થિતિ વચ્ચે જામનગરના વાવડી ગામમાં એક ખેડૂતે ગળામાં ફાંસી લગાવી આત્મહત્યા કરી છે. પાક ખરાબ થવાને લીધે આર્થિક તંગીને કારણે 45 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી હતી. ઘટના બાદ તાબડતોડ પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતે ઘરકંકાસથી તંગ આવીને આત્મહત્યા કરી છે. બીજી બાજુ કચ્છમાં ચારા - પાણીના સંકટને જોતાં સેંકડો પશુઓને લઈને ખેડૂતો તેમજ પશુપાલકો શહેર બાજુ આવી રહ્યા છે.