loader

Breaking News


Home > Gujarat > ખેડૂત દેવામાફી, પેટ્રોલ - ડીઝલના ભારે સેસ સામે, કોંગ્રેસની સાયકલ રેસ


Foto

ખેડૂત દેવામાફી, પેટ્રોલ - ડીઝલના ભારે સેસ સામે, કોંગ્રેસની સાયકલ રેસ

Sept. 19, 2018, 2:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું પાટનગર અત્યારે લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેમ ગઈકાલે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રદેશના નેતાઓ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાની હાકલ સાથે કાર્યકરો રોડ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ત્યારે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ખાસ્સુ ઘર્ષણ થવા પામ્યું હતું.

આજ રોજ કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભાના ઘેરાવ બાદ વિધાનસભામાં ખેડૂતોનાં દેવા માફી, પેટ્રોલ, ડીઝલમાં રોજે રોજ ઊંચા થતાં ભાવો ડોલર સામે નબળો પડતો રૂપિયો, મોંઘવારી, બેકારી, બેરોજગારી સામે શાસકપક્ષ સામે બાથ ભીડવા નીત નવા પ્રયોગો બાદ આજ રોજ કોંગ્રેસ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ સાયકલ રેલી યોજાઈ હતી.

વિરોધપક્ષના નેતા તથા ધારાસભ્યની સાથે થયેલ ચર્ચા મુજબ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફી, પેટ્રોલ ડીઝલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે નાંખેલા શેષના કારણે પ્રજાને જગાડવા ચર્ચાએ સાયકલ રેસ કરી છે. બેરોજગારી અને વરસાદ ન પડતા ગુજરાતનો ખેડૂત દુઃખી છે ત્યારે ઊભો પાક પણ સુકાઈ રહ્યો છે ત્યારે નર્મદાના નીરની મોટી વાતો કરતાં ત્યારે ખેડૂતોને સત્વરે ઝડપથી પાણી મળે તે અંગે પણ આક્રોશ વર્તાતો હતો.