loader

Breaking News


Home > National > કર્ણાટકમાં ખેડૂતોનું 34 હજાર કરોડનું દેવું માફ, દરેક ખેડૂતના થશે 2 લાખ માફ


Foto

કર્ણાટકમાં ખેડૂતોનું 34 હજાર કરોડનું દેવું માફ, દરેક ખેડૂતના થશે 2 લાખ માફ

July 5, 2018, 12:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આજે પોતાનું પહેલું બજેટ રજુ કરી રહ્યા છે. તેઓએ ખેડૂતોનું દેવું માફ કરી દેવાની જાહેરાત કરી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને જેડીએસએ પોત - પોતાના ઘોષણાપાત્રોમાં દેવામાફીની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની આ જાહેરાતથી 25 હજાર ખેડૂતોને લાભ મળશે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું હતું કે આ દેવામાફીનો પ્રથમ તબક્કો છે. ખેડૂતોની 34 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવશે.

આ દેવા માફી યોજનામાં દરેક ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવામાં આવશે. આ મુદ્દે રાહુલ ગાંધીએ ગઈકાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કર્ણાટકમાં બજેટની પૂર્વ સંધ્યા પર મને પુરી વિશ્વાસ છે કે કોંગ્રેસ - જેડીએસ સરકાર ખેડૂતોની દેવામાફી અને ખેતીને નફાકારક બનાવવાના અમારા વચનને પૂર્ણ કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બજેટ સમગ્ર દેશના ખેડૂતો માટે કર્ણાટકને આશાનું કિરણ બનાવવા માટે આપણી સરકાર પાસે એક અવસરની માફક છે.