loader

Breaking News


Home > National > સતત ચોથા દિવસે ખેડૂતોનું આંદોલન ચાલું, શાકભાજી - દૂધનાં ભાવ વધ્યાં


Foto

સતત ચોથા દિવસે ખેડૂતોનું આંદોલન ચાલું, શાકભાજી - દૂધનાં ભાવ વધ્યાં

June 4, 2018, 9:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પોતાની માંગોને લઈને ખેડૂતો સમગ્ર ભારતમાં આંદોલન કરી રહ્યા છે. કિસાનો દ્વારા જાહેર કરવામાં આવેલ હડતાલનો આજે ચોથો દિવસ છે. આજે પણ દેશભરમાં ખેડૂતોનાં આ આંદોલનને કારણે શાકભાજી, સુધી સહીતની ચીજ વસ્તુઓના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે પાછલા ત્રણ દિવસથી ખેડૂતોએ આંદોલન શાંતિપૂર્વક કર્યું છે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય કિસાન મહાસંઘે 130 સંગઠનોને સાથે લઈને વિરોધ પ્રદર્શન અને હડતાલનું એલાન કર્યું છે. ખેડૂતોનું આ આંદોલન શાકભાજીના ઓછામાં ઓછા ભાવ, સમર્થન મૂલ્ય અને લઘુતમ આવક સહિતના મુદ્દાઓ પર કરવામાં આવી રહ્યું છે. રવિવારે ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં વિરોધ દર્શાવતાં સડકો પર શાકભાજી ફેંકી દીધી હતી જેને કારણે શહેરોમાં શાકભાજીનો ભાવ ખુબ વધી ગયો છે.