loader

Breaking News


Home > National > ખેડૂત આંદોલન : પંજાબમાં રસ્તા પર ફેંકાઈ શાકભાજી, મંદસૌરમાં દૂધ સપ્લાય પર પ્રતિબંધ


Foto

ખેડૂત આંદોલન : પંજાબમાં રસ્તા પર ફેંકાઈ શાકભાજી, મંદસૌરમાં દૂધ સપ્લાય પર પ્રતિબંધ

June 1, 2018, 10:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, પંજાબ : પંજાબ - મધ્યપ્રદેશ સહીત દેશનાં ઘણા રાજ્યોમાં એક જૂન એટલે કે આજથી ખેડૂત આંદોલન શરુ થયું છે. હકીકતમાં ખેડૂત સંગઠનોએ પોતાની માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ 10 દિવસના આંદોંલનનું આહવાન કર્યું છે. વધુમાં મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધને બહાર નહિ મોકલવાનું એલાન કર્યું છે.

પંજાબના ફરીદકોટમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે, તેઓ સડકો પર શાકભાજી ફેંકીને વિરોધ દર્શાવી રહ્યાં છે. મંદસૌરમાં ખેડૂતોએ વધેલા દૂધનો ઉપયોગ મીઠાઈ બનાવીને ગ્રામજનોને વહેંચવા માટેનો ફેંસલો કરી દીધો છે. તેઓએ જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન ડેરીઓમાં દૂધ ભરાવવામાં નહિ આવે.