loader

Breaking News


Home > Gujarat > કોર્ટનાં હુકમ બાદ વળતર નહિ ચુકવાતા ખેડૂતોએ પાટનગર યોજના વિભાગની ઓફિસનો સામાન જપ્ત કર્યો


Foto

કોર્ટનાં હુકમ બાદ વળતર નહિ ચુકવાતા ખેડૂતોએ પાટનગર યોજના વિભાગની ઓફિસનો સામાન જપ્ત કર્યો

Sept. 27, 2018, 1:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું પાટનગર બનતાં પહેલાં ખેડૂતોની જમીન સંપાદીત કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ વંટોળ ઉભો થયા બાદ સમયસર પાટનગર યોજના દ્વારા વળતર નહીં ચૂકવાતા ખેડૂતો કોર્ટમાં ગયેલ જે હુકમો કોર્ટે અગાઉ અઢી વર્ષ પહેલાંથી આદેશ આપેલ હતી. જા કે શહેરી વિકાસ વિભાગે કોર્ટનું આદેશનું પાલન નકરતાં આખરે કોર્ટે પાટનગર યોજના વિભાગની કચેરીમાં જપ્તી કરવાની કાર્યવાહીનો હુકમ કરાયો હતો. ગાંધીનગર તાલુકાના ધોળા કુવા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરીને સરકારે વળતર ચૂકવ્યું હતું. જા કે ખેડૂતોએ આ વળતર ઓછું લાગતાં તેમણે સુપ્રીમ કોર્ટ સુધી લડતર આપી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા એપ્રિલ- ૨૦૧૬ના રોજ ચુકાદો આપ્યો હતો. જેમાં રેફરન્સ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને અંઘત માન્ય રાખી સરકારની પીલ રદ કરવામાં આવી હતી.

આ ચુકાદો આવ્યાના ૧ વર્ષથી સરકારના માર્ગ અને મકાન વિભાગે આ ચુકાદો સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન સુપ્રિમકોર્ટના ચુકદા મુજબ વધારાના વળતરની રકમ મેળવવા ખેડૂતોએ ગાંધીનગર સિનીયર સિવિલ જજની કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી હતી. આ દરખાસ્તના અઢી વર્ષથી વધારે સમય વિતવા છતાં ખેડૂતોને ચૂકવવા પગ રકમ ચૂકવાઈ ન હતી.

આખરે કોર્ટ વધારાના વળતરની રકમ જમા ન કરાવાયતો જપ્તી વોરંટ ઈશ્યુ કરવાની ચીમકી આપી હતી. ખેડૂતો દ્વારા મુખ્ય સચીવથી લઈને માર્ગ મકાનના સચિવને પણ રૂબર રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટમાં જમા કરાવાઈ ન હતી. ત્યારે આપેલ સીવીલ જજના આદેશ મુજબ ૨૬ સપ્ટેમ્બરના રોજ જપ્તી વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. જપ્તી વોરંટના આધારે કોર્ટના સ્ટાફ અને ખેડૂતોએ નવા સચિવાલય સંકુલમાં આવેલી પાટનગરયોજના વિભાગ૨ની કચેરીમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સચીવાલય સંકુલમાં જપ્તીની કાર્યવાહી હાથ ધરાતાં મુલાકાતીઓ અને કર્મચારીઓમાં હુતુહલ સર્જાયું હતું.