loader

Breaking News


Home > National > કિસાન ઘાટ પહોંચી ખેડૂતોએ ખતમ કરી પોતાની રેલી


Foto

કિસાન ઘાટ પહોંચી ખેડૂતોએ ખતમ કરી પોતાની રેલી

Oct. 3, 2018, 10:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કિસાન ક્રાંતિ યાત્રાને લઈને દિલ્હી પહોંચેલા ખેડૂતોએ આખરે પોતાની રેલી સમાપ્ત કરી દીધી છે. ખેડૂત નેતા નરેશ ટિકૈતે રેલી સમાપ્ત થવાની જાહેરાત કરી હતી. માર્ચ ખતમ થયા બાદ ખેડૂતો પોતપોતાનાં ગામ તરફ જવા લાગ્યા છે. મંગળવારે મોડી રાત્રે કિસાન માર્ચને દિલ્હીમાં એન્ટ્રી આપવામાં આવી હતી. એન્ટ્રી બાદ તેઓ સીધા કિસાન ઘાટ પહોંચ્યા હતા અને અહીં પોતાની રેલી ખતમ કરી હતી.

પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહના સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાનું આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. ભારતીય કિસાન યુનિયનનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલ કિસાન ઘાટ પહોંચીને ખતમ થઇ ગઈ છે. કેમ કે દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી નહોતી આપી જેને કારણે અમે પ્રદર્શન કર્યું હતું. અમારો ઈરાદો યાત્રાને ખતમ કરવાનો હતો જે હવે પૂરો થયો છે. હવે અમે અમારા ગામમાં જઈશું તેમ તેઓએ કહ્યું હતું.