loader

Breaking News


Home > National > ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ૨૦૦ રૂપિયા MSP વધારવામાં આવ્યું


Foto

ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ૨૦૦ રૂપિયા MSP વધારવામાં આવ્યું

July 4, 2018, 2:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : 2019 લોકસભા ચુંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં ખેડૂતોનાં હિતમાં મોટો નિર્ણય લલેતા સરકારે ૧૪ પાકો માટે MSP માં વધારો કરી દીધો છે. કેન્દ્ર સરકારે પાકના સમર્થન મૂલ્યમાં ૨૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. આજ કેબિનેટ બેઠકમાં સરકારે ખરીફ પાકની MSP વધારવાનો નિર્ણય લીધો હતો.

કેબિનેટનાં નિર્ણયની જાણકારી આપતાં ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ખેડૂતોને હવે ખરીફ પાકમાં દોઢ ગણી MSP આપવામાં આવી રહી છે. વધુમાં તેમને જણવ્યું હતું કે ખેડૂતોને પાકની વ્યાજબી રકમ મળશે. ગયા વર્ષે પાક પર રૂપિયા ૧૫૫૦ MSP પ્રતિ ક્વિન્ટલ હતી તે હવે રૂપિયા ૧૭૫૦ પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવી છે.