loader

Breaking News


Home > National > દિલ્હીમાં મોદી સરકાર વિરુદ્ધ સડકો પર ઉતર્યા ખેડૂતો - કામદારો, ઘણાં માર્ગો ચક્કાજામ


Foto

દિલ્હીમાં મોદી સરકાર વિરુદ્ધ સડકો પર ઉતર્યા ખેડૂતો - કામદારો, ઘણાં માર્ગો ચક્કાજામ

Sept. 5, 2018, 2:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : મોંઘવારી, લઘુતમ વેતન, દેવામાફી સહીત ઘણા મુદ્દાઓ લઈને દેશભરમાંથી આવેલા ખેડૂતો આજે રાજધાની દિલ્હીની સડકો પર મોદી સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે. આજે સવારે ખેડૂતોની આ રેલી રામલીલા મેદાનથી શરુ થઈને સંસદ માર્ગ પહોંચ્યા હતા. આ પ્રદર્શનમાં દેશભરમાંથી આવેલ ખેડૂતો એકત્રિત થયા છે, આ ઉપરાંત પૂરથી પ્રભાવિત કેરળના ખેડૂતો પણ અહીં પ્રદર્શન કરી રહ્યાં છે.

ખેડૂતોની રેલીને કારણ દિલ્હીમાં ઘણા માર્ગો પર ટ્રાફિકજામની સ્થિતિ છે. આ ઉપરાંત ઘણા રસ્તાઓ પર ના જવાની પણ સલાહ આપવામાં આવી છે. રેલીમાં ઉપસ્થિત રહેલાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ચૂંટણી તો આવતી જતી રહે છે પરંતુ સરકારની નીતિઓ ખોટી છે. સરકારે ખેડૂતો, કામદારો અને ગરીબોને લઈને પોતાની નીતિઓ બદલવી જોઈએ.