loader

Breaking News


Home > Bollywood > ફેશન આઇકોન સોનમ કપૂર: સાંવરીયાથી વીર ડી વેડિંગ સુધી, કેવી રીતે થયું હતું તેનું પહેલું બ્રેકઅપ


Foto

ફેશન આઇકોન સોનમ કપૂર: સાંવરીયાથી વીર ડી વેડિંગ સુધી, કેવી રીતે થયું હતું તેનું પહેલું બ્રેકઅપ

April 30, 2018, 2:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:સોનમ કપૂરનાં 8 મેના રોજ બોયફ્રેન્ડ અને દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. જેની તૈયારીઓ કપૂર ખાનદાનમાં ખૂબ જ શાનદાર રીતે ચાલી રહી છે. આ દરમિયાન આજે અમે તમને જણાવીએ સોનમ કપૂર સાથે જોડાયેલાં થોડાં ફેક્ટ્સ...

- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં ટીનએજમાં સોનમ એક યુવકને ડેટ કરતી હતી. તેણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વધારે વજન હોવાનાં કારણે તેનું પહેલું બ્રેકઅપ થયું હતું.

- જોકે, તેના બોયફ્રેન્ડે સોનમના વધારે વજનને લઇને થોડાં અપશબ્દો કહ્યા હતાં, જેના પછી તેનું બ્રેકઅપ થઇ ગયું. જોકે, આજ સુધી સોનમે તેનો પહેલાં બોયફ્રેન્ડ કોણ હતો તે નામનો ક્યારેય ખુલાસો કર્યો નથી.

મનીષ મલ્હોત્રાના ભત્રીજા સાથે ડેટિંગ કરી ચૂકી છે સોનમઃ

- સોનમનું ઇન્ડસ્ટ્રીમાં પહેલું અફેયર રણબીર કપૂર સાથે માનવામાં આવે છે. બંનેનું અફેય'સાંવરિયા'ના શુટિંગ દરમિયાન ચર્ચામાં આવ્યું. જોકે, દીપિકાના કારણે રણબીરે સોનમને બાય-બાય કર્યું હતું.

- તેનાં પછી દીપિકા સાથે સોનમે પણ રણબીર અને તેના અફેયરની વાત 'કોફી વિધ કરન' શોમાં એક્સેપ્ટ કરી હતી. આ શોમાં તેણે રણબીર ઉપર ચોંકાવનારી કમેન્ટ પણ કરી હતી. જેના કારણે ઋષિ કપૂરે ટ્વિટર ઉપર પોતાના દીકરાની સાઇડ લીધી હતી.

- વાત 2010ની છે જ્યારે પુનીત ‘I Hate Luv Storys’ બનાવી રહ્યા હતાં. આ દરમિયાન ફિલ્મની હીરોઇન સોનમ તેની નજીક આવી હતી.

- બંને મોટાંભાગે ઇવેન્ટમાં અને કાર ડ્રાઇવ કરતાં જોવા મળ્યાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ યુગલે 2 વર્ષ સુધી એકબીજાને ડેટ પણ કર્યું.

ડાયરેક્ટર પછી સોનમે બિઝનેસમેનને ડેટ કર્યો:

- પુનીત સાથે બ્રેકઅપ થયા પછી સોનમે બિઝનેસમેન સાહિર બૈરીને ડેટ કર્યો. સાહિર બિઝનેસમેનની સાથે-સાથે મોડલ પણ રહી ચુક્યો છે.

- સોનમ અને પુનીતના બ્રેકઅપની વાત ત્યારે સામે આવી, જ્યારે તે પુનીતની બહેનના લગ્નમાં ના પહોંચી, પરંતું બોલિવૂડના બધા જ સેલિબ્રિટી ત્યાં પહોંચ્યા હતાં.

- સોનમને જ્યારે અનેકવાર ઇન્ટરવ્યૂમાં સાહિર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરવાની ના પાડી દીધી.