loader

Breaking News


Home > Gujarat > સાબરકાંઠા-સુરત દુષ્કર્મ કેસ માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાઈ


Foto

સાબરકાંઠા-સુરત દુષ્કર્મ કેસ માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાઈ

Oct. 13, 2018, 3:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજયના સાબરકાંઠાના ઢુંઢરના એક દુષ્કર્મ કેસ અને સુરતમાં નાની બાળાઓ પર દુષ્કર્મના બે કેસો માટે આખરે ભારે વિવાદ અને રાજયવ્પાયી ચકચાર બાદ આખરે રાજય સરકાર દ્વારા આરોપીઓને તાત્કાલિક સજા કરાવવા અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય અપાવવાના હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. એટલું જ નહી, આ ત્રણેય સંવેદનશીલ અને ચકચારભર્યા કેસોના ઝડપી ટ્રાયલ ચલાવવા ખાસ ફાસ્ટટ્રેક જજની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે.

ઉપરોકત દુષ્કર્મ કેસોની ગંભીરતા ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે આ મામલે જારી કરેલા જાહેરનામા અનુસાર, સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ કે.બી.ગુજરાથી અને સુરતના બે દુષ્કર્મ કેસોમાં ફાસ્ટટ્રેક જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.કે.દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે. સાબરકાંઠા અને સુરતના દુષ્કર્મ કેસોમાં ઝડપી સુનાવણી અને ગુનેગારોને સખતમાં સખત સજા કરાવવા માટે પીડિત પરિવારો પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી તાત્કાલિક અસરથી ખાસ કિસ્સામાં ફાસ્ટટ્રેક કોર્ટની રચના માટેનો નિર્ણય લેવાયો હતો.